________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
નજરના ઝેર પારકાના અવગુણો સાંભળી ખુશી થનાર પિતાનામાં ગુણે લાવવા પ્રાયઃ અશક્ત બને છે. ગુણ સાંભળનારના દોષ ટળે છે અને ગુણે મેળવવા માટે પ્રેમ જાગે છે. ગુણોને પ્રભાવ કડવ શ કાપે છે.
દષ્ટિને બદલવી તે ગુણ જનેનું ઉત્તમ કામ છે. દષ્ટિમાં ઝેર પણ અને અમૃત પણ છે. દોષને જોવામાં વેર વિરોધાદિકના વિચાર આવતાં અદેખાઈ જન્મે છે અને અદેખાઈને લીધે ગુસ્સાને આવવાને અવકાશ મળે છે. તેથી બુદ્ધિમાં બગાડે થાય છે અને વિકારે થાય છે. પરીણામે વિર– વિધની પરંપરા વધતી જ જાય છે.
ગુણી નજરે જોતાં સારા વિચારેના વેગે વિવેક થાય છે. કેધઅદેખાઈ વગેરે ટળે છે અને હૃદયમાં શાંતિને નિવાસ થાય છે. બુદ્ધિ નિર્મળ બને છે. ચિત્ત સ્થિર થાય છે. ગુણેમાં વધારો થાય છે. અને આવેલા દુઃખ દૂર થાય છે.
જ્યાં સુધી ગુણી નજરે જેવાશે નહિ ત્યાં સુધી વિષય કષાયના વિકારે દૂર થશે નહિ અને તેનું ફળ ભેગવવું પડશે. જ્ઞાનપૂર્વક સહન કરશે નહિ, તે વિકારે તમને જેમ તેમ દુઃખ આપશે.
કરેલા કામની કદર ગુણ નજરે જેવાથી થાય છે. ભૂલ થઈ હોય તે પણ તે દેષરૂપે દેખાતી નથી. માટે કદર કરવા માટે-કૃતજ્ઞી થવા માટે ગુણી નજરે જોવાની ટેવ પાડવી તે હિતકર છે.
For Private And Personal Use Only