________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૬૩ ભવને ભવાડે જ્યાં સુધી સંસારના સુખને ગુણ રૂપ જોવાય ત્યાં સુધી ચંચળતા ખસતી નથી અને સ્થિરતા રૂપી ગુણને નિવાસ થતું નથી. સ્થિરતા આત્મિક ગુણ લાવવાને સમર્થ છે. જ્યારે ચંચળતા વિકારેને વધારે છે.
કઈ પણ કાર્યો સ્થિરતા સિવાય પાર ઉતરતા નથી. તે પછી સ્થિરતા વિના મન-વચન અને કાયાના વિકારે ક્યાંથી ઓછા થાય? ન જ થાય. માટે સારા સંગ અને શુભ નિમિત્તા પ્રાપ્ત કરવાની જરૂર છે. - ચંચળતાનો ત્યાગ કરવાથી સુખ શાંતિ સ્વયમેવ પ્રાપ્ત થાય છે. પાંચ ઇન્દ્રિયેના વિષયના પિષણમાં જેઓ સુખ શાતા માની બેઠેલા છે તે વિકારી અને નાશવાળી હોવાથી તેના વિયેગથી દુઃખ થાય છે.
અનિત્યાદિ બાર ભાવના અને મૈત્રી-પ્રદ આદિ ચાર ભાવના સદા ભવાય તે આ ભવ ને પરભવનો ભરડો ટળી જાય.
બાહ્ય દશાને ત્યાગ કરી જે અંતરાત્માને લાભ લઈ રહેલ છે, તેઓ પાંચ ઇન્દ્રિયના વિષય પ્રત્યે વિશ્વાસ શ્રદ્ધા રાખતા નથી જ. અતએ આત્માના ગુણમાં આગળ વધે છે. ત્યારે બાહ્યાભા લાભ લેવા અશક્ત બને છે. અંતરાત્મામાં એવી અલૌકિક શક્તિ જાગતાં સુખની આશા પણ રહેતી નથી.
For Private And Personal Use Only