________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેખરેખ નીચે બાળકે સુંદર શિક્ષણ લીધું અને ઉમરલાયક થતાં ગેરીતા. ગામમાં ધર્મિષ્ઠ શેઠ શ્રી ગૌતમદાસ સ્વરૂપચંદભાઈને ધર્મપત્ની પારવતી બેનની સુશીલપુત્રી હીરાકેરબેનની સાથે લગ્નગ્રન્થીથી જોડાયા. ત્યાર. બાદ આજીવિકાળે મંગળદાસભાઈ મુંબઈ ગયા. પત્ની પરલોકને પશે :
અનેક પ્રકારની વિચિત્રતાથી ભરેલા આ સંસારમાં યમરાજાના કુર ઝપાટામાં કેણુ કયારે ચઢી જશે? અને કાળની એક પલકની ભયંકર, આંધીમાં સઘળી બાજી પલટાતા કયારે આંખ મીંચાઈ જશે તેની જરાપણું ખબર પડતી નથી. ધર્મશીલા હીરાકેર બેને સ્વજન સંબંધી અને સ્નેહી કુટુંબી જનોના માયાળુ સંબંધને ત્યાગ કરી એક અણધારી પળે પરલોકમાં પ્રણય કર્યું. સદ્દગુરૂના ચરણે :
આ સંસારમાં ડગલેને પગલે, ક્ષણે ક્ષણે, ઘડીએ ઘડીએ, અરે ! આંખના એક માત્ર પલકારામાં એવા હૃદયદ્રાવક પ્રસંગે બને છે કે જેથી, મુમુક્ષુ ભવ્યાત્માઓને ક્ષણે ભંગુર સંસારની અનિત્યતાનું ભાન થયા વિના રહેતું નથી. સુશીલ ધર્મપત્નીને આઘાતજનક મૃત્યુથી ધર્મશીલ મંગલદાસભાઈનું અંતર અસાર સંસાર પરથી ઉઠી ગયું.. સંસારનો ભ્રમકારી આનંદ ક્ષણજીવી છે, અજ્ઞાની આત્માઓજ સાંસારિક વિષયમાં આનંદ અનુભવે છે અને વૈષયિક સુખ પ્રાપ્ત કરવા અહેનિશ પ્રયત્નશીલ રહે છે. સહરાના રણમાં ભૂલા પડેલા તૃષાતુર મુસાફરે તૃષાની પીડા દૂર કરવા માટે ઝાંઝવાનું જળ મેળવવાનો કરેલે પ્રયત્ન અધિક અધિક કષ્ટ દાયક થાય છે તેમ સંસારના. વૈષયિક સુખ અને આનંદ મેળવવા પ્રયત્ન નિષ્ફળ જ છે એટલું જ નહીં પરંતુ અનંત દુઃખ અને વિપત્તિ દાયક છે. ધર્માત્મા મંગલદાસભાઈને સંસારના આનંદ જનક સુખો મહામ સમાન
For Private And Personal Use Only