________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજ્યપાદુ પ્રશાતમૂતિ અનુગાચાર્ય પન્યાસપ્રવરશ્રી મહેદયસાગરજી ગણિવર્ય મહારાજશ્રીની
જીવન ઝરમર
જન્મસ્થાન :
અનેકાનેક તારક તીર્થોથી પવિત્ર ગરવા ગુજરાત દેશમાં ગિનિક આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવનકારી જન્મભૂમિથી વિશેષ વિખ્યાત થએલા વિજાપુર શહેરની સમીપમાં સમી નામે નગર છે.
ન્યાય, નીતિ, પોપકાર અને સદાચારમાં પ્રવિણ જનકેમમાં રવચંદભાઈ નામે ધર્મિષ્ઠ આગેવાન શેઠ છે. ગુણ અને શીલથી અધિક શેભતી સમરથ બેન નામની તેમની ધર્મપત્નીની કુક્ષીથી વિ.સં. ૧૫૪ આ સુદ પ ના શુભ દિવસે એક પુત્રરત્નને જન્મ થયે.
પ્રભાવશાળી પુત્રરત્નના જન્મથી આખા કુટુંબમાં આનંદ આનંદ છવાઈ ગયો. માતા-પિતાએ તે પુત્રનું શુભ નામ મંગળદાસ પાડયું. બીજના ચંદ્રની પેઠે સહુના મનનું હરણ કરતો અને હૃદયમાં આનંદ પમાડતો માતા પિતાના શુભ મનોરથની સાથે વૃદ્ધિ પામવા લાગે.
હંમેશા વક્રસ્વભાવી વિધિએ આનંદ અને કર્લોલ કરતાં કુટુબમાં અચાનક ભંગ પડે. અને નાના બાળકને આધાર એકદમ તુટી પડે. બાળકને માતા-પિતા ટુંક સમયની બીમારીમાં સ્વર્ગવાસી થયા. બાળકના કાકા મગનભાઈ તથા યાચંદભાઈ વગેરે સ્નેહાળુ અને માયાળુ કુટુંબીજનોના સૌજન્યશીલ સાર સંભાળ અને
For Private And Personal Use Only