________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૫૫ શંકાના મૂળ જુ કેઈએ શંકાને ધારણ કરી તમને એમ કહે કે તમારે વિશ્વાસુ માણસ અવળી ચાલ ચાલી રહ્યો છે, પરનારીને પરિચય કેળવી રહ્યું છે. ત્યારે પૂરતી તપાસ કર્યા વિના તમે તમારા માણસનું અપમાન કરી, તેના ઉપર દુરાચારનું દેષારોપણ કરી તેને કાઢી મૂકશે નહિ યા દંડ કરશે નહિ. કારણ શંકા કરનારે નજરે હકીક્ત દીઠી ન પણ હોય, અને માત્ર તમને અનુમાનથી જ કીધું હોય. એવા સંજોગોમાં તમે જો તમારા માણસનું અપમાન કરે, તે પછી પાછળથી તમારે પસ્તાવું પડશે. માટે આવી બાબતમાં પૂરતી જાત તપાસ કરીને આગળ વધવું તે જ સમજુનું કર્તવ્ય છે.
શંકા કરનાર અનેક મળશે અને આડુ અવળું બેલી પિતાનું કામ સાધનારા પણ ઘણુ મળી આવશે. પરંતુ તેમાં ભવિષ્યમાં પસ્તા થાય નહિ, તે પ્રમાણે વર્તન કરવું જોઈએ.
સજનની ભાવના ધમી સજ્જનેની ભાવના બીજાઓને નમાવવાની કે તેમને પિતાના હાથ નીચે રાખવાની ભાવના હોતી નથી. ઉલટું તેઓ તે બીજા તરફથી દુઃખ પડે તે પણ આનંદથી સહન કરવાની શક્તિ ધરાવે છે. આ સહનશીલતા અને સભાવના જ્ઞાનથી આવે છે. હે ભવ્ય તમે સહુ ભાવના ભાવે અને સહનશીલ બને.
For Private And Personal Use Only