________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
આંતર જ્યોતિ ઇશ્વર બેલે છે ચાલી ચાલીને થાકી ગયેલા પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે હે પ્રભે! તું અને આવું પરિભ્રમણનું દુઃખ આપીશ નહિ. બહુ કન્યાઓ પરણાવીને થાકી ગયેલા પિતાએ પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે હે પ્રભ! હવે તું મને કોઈ પણ ભવમાં એકેય દિકરી આપીશ નહિ. પિતા પાસેથી નારાજ થયેલા પુત્ર પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે હે પ્રભે ! તું મને પિતા પાસે યાચના કરવાને હવે પ્રસંગ આપીશ નહિ.
પરંતુ આવી પ્રાર્થના કરવાનો સમય ન આવે, તે માટે પ્રભુ તે કહે છે કે મારી આજ્ઞા પ્રમાણે વર્તન રાખશે તે તમને આવી પ્રાર્થના કરવાને સમય જ નહિ આવે. પ્રભુની આજ્ઞા મુજબ જીવન નહિ જીવવાથી આવા પ્રસંગે ઊભા થાય છે.
પ્રભુની આજ્ઞા મુજબ વર્તાય તે દરેક બાબતમાં અનુકૂળતા રહે અને તે ગે પોતાના હિત-કલ્યાણના ઉપાય સૂઝે. પરંતુ આવું કરવું નથી ને વિલાસોમાં રાચ્ચા માગ્યા રહેવું છે પછી દુઃખના દિવસે આવે તેમાં કંઈ નવાઈ પામવા જેવું નથી.
દોષ કેને? પ્રભુની આજ્ઞા મુજબ દૃષ્ટિને સ્થિર કરવી જોઈએ. તેના બદલે જે નજરને ચારે તરફ ભમતી રાખવામાં આવે તે વાણી ઉપર નિયંત્રણ રહે નહિ. આચારનું પણ ઠેકાણું રહે નહિ. તે પછી કરેલી પ્રાર્થના ફળ આપે નહિ તેમાં દેષ કેને? આજ્ઞા આપનારને કે આજ્ઞાનું પાલન નહિ કરનારનો?
For Private And Personal Use Only