________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
આંતર જ્યોતિ આપત્તિ-વિપત્તિ યશ-કીતિના લેભીઓની દશા કંગાળ જેવી હોય છે. અને પ્રયને કરતાં પણ જો તે ન મળે તે પછી તેની દશા જોઈ લે. પછી તેઓની દશા કંગાળ કરતાં બુરી થાય છે, એટલે આતંરૌદ્રના વિચારોના વમળમાં અથડાય છે.
કંગાળ તે પિતાની અવસ્થાને વિચાર કરી સંતેષ– સરળતા અને સહનતાના આધારે પ્રભુની સેવા–ભક્તિ કરી સ્વહિત સાધે છે. કીતિ વગેરેના લેભીને સદ્ વિવેક કયાંથી હોય?
સ્વાર્થ અને સ્વાદના લોભી, આસક્તને કેઈ સજ્જન રીતસર હેતુ–દષ્ટાંતે આપી સમજાવે તે પણ સ્વાર્થ અને સ્વાદને છેડી શકતા નથી. પરંતુ જ્યારે તે બરાબર સંકટમાં સપડાય છે ત્યારે જે તેને સાચી સમજ પડે છે.
આપત્તિ-વિપત્તિ આવે ત્યારે કેટલાક બૂમો પાડે છે, રડવા બેસે છે. પરંતુ તેમ કરવાથી આવેલી આપત્તિ કંઈ દૂર થતી નથી. ઉલ્ટો તેનાથી દુઃખમાં વધારે થાય છે. તેના બદલે જે વિવેક કરીને તેને ઘેર્યતાપૂર્વક આનંદથી સહન કરવામાં આવે, તે તે આપત્તિનું ઝાઝું દુઃખ થતું નથી.
આપત્તિ-વિષાદિ સરખી પિતાના કર્મથી આવી લાગી છે. જે પિતાના કર્મોને શુભ અને શુદ્ધ કરે તે વિપત્તિ વગેરેનું નામ નિશાન પણ રહે નહિ અને સમત્વના સત્યસુખના અધિકારી બનાય.
For Private And Personal Use Only