________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ મહેનત નકામી જાય છે તમે સુખ–શાંતિ માટે પ્રયાસ કરતા જ હશે. કારણ દુખ કેઈને વહાલું નથી જ. મહેનત કરવાથી તમને સુખશાતા મળવી જોઈએ અને તમને ચિંતા શેક કે સંતાપ થવા જોઈએ નહિ. પણ જે એ બધું થતું હોય તે માનજો કે તમારી મહેનત નકામી જાય છે.
મનની પ્રસન્નતા માટે એ પ્રયાસ કરે જોઈએ કે શેક ને સંતાપ ઓછા થતાં જાય અને મનની સ્થિરતા થાય. સંસારના સુખની અભિલાષા અને મહેનત, ધારેલ સુખ -શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે તમે તેમાં આસક્ત બને નહિ.
જ્ઞાનોદય સૂર્યોદય થતાં અંધકાર ખસી જાય છે અને પ્રકાશ થાય છે. તે પ્રમાણે સ્વયંપ્રકાશી આત્માનો ઉદય થતાં મેહમમતા તેમ જ અજ્ઞાન રૂપી અંધકાર દૂર ખસી જાય છે અને અંતરમાં જ્ઞાનનો ઉજાસ થાય છે.
જ્ઞાનોદય થતાં મેહની જંજાલમાં વ્યાપેલ આસક્તિમાંથી ખસી જવાશે અને કેવા આચાર, વિચાર ને ઉરચાર રાખવા તેને ખ્યાલ આવશે, સંસારની આસક્તિમાં જે ફસાવે છે તે તો પછી રહેશે નહિ અને ધારેલ કાર્યો સફળ થતાં માનસિક પ્રસન્નતા હાજર હશે. તમારે પ્રસન્નતા. જોઈએ છે કે અકળામણ? તે તે તમારે વિચારવું જોઈએ.
For Private And Personal Use Only