________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
આંતર જ્યોતિ એ ક્ષણજીવી આનંદ માન-મેટાઈ વગેરેને મહેનત કરી મેળવી અને દાન પુણ્યાદિ કરી તેને સાચવી પણ ખરી. પરંતુ તે વધુ વધે એમ કર્યું ખરું? એના વર્ધન અને પિષણનાં કારણે તપાસ્યા ખરાં ? જે અહંકાર, અભિમાન, વિષય કષાયને ત્યાગ કરવા પૂર્વક આત્મધર્મની આરાધના રીતસર કરી હોત તો તે વધારી શકાત. પરંતુ આની ખામીને લીધે તે વધારી શક્યા નહિ. હવે મહત્તા વગેરેને વધારવી હોય તે આત્મધર્મતત્ત્વની આરાધના કરવા તત્પર થાઓ.
આત્માના ગુણોને પ્રાપ્ત કરવાથી માન, સત્કાર-સન્માનાદિ સ્વયં હાજર થાય છે. એને માટે મહેનત કરવી પડતી નથી.
જાણકારે આત્મતત્વને ભૂલતા નથી, નિર્લેપ રહીને તેઓ સ્વ–પરના કાર્યો કરતાં હોય છે. આથી આત્મિક ધર્મને તેઓ સંકટમાં પણ ભૂલતા નથી. અને સહન કરે છે.
વિકારેને પિષનારાઓ આત્મતત્વને જાણતા નથી. તેઓ પુદ્ગલેમાં રાચામાચી રહે છે. અને એ આનંદ નાશ પામ્યા પછી, રડતાં ફૂટતા જીવનને પૂર્ણ કરે છે.
વિકારેના આવા ક્ષણજીવી આનંદને વિચારકે તેમજ વિવેકી સુજ્ઞજને પસંદ કરતા નથી. તેઓ તે તેનો ત્યાગ કરવાના જ પ્રયત્ન કરતાં હોય છે.
For Private And Personal Use Only