________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
આંતર જ્યોતિ માનવતા મેળવી વિચાર-વિવેકના અભાવે માણસોને હૃદયદહી વિપાક વેઠવું પડે છે. માટે દરેક કામમાં વિવેક ભૂલવા જેવું નથી. પશુપંખીઓમાં એ વિવેક હોતું નથી જ્યારે માણસમાં એ વિવેક હોવાથી દરેક કાર્યોમાં ક્ષમા રાખી, સમતાભાવે રહે છે. અને માનવતા પ્રાપ્ત કરી અને દિવ્યતા પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે.
નકામી લમણાઝીક છે. અજ્ઞાની જ્ઞાની બનવાની ઈચ્છાવાળો હોય તે પ્રસંગે જ્ઞાની મળેલ હોય તે સમજણવાળે બને અને ઉપકાર માને. પરંતુ જ્ઞાન મદવાળે, સમ્યગ્રજ્ઞાની ન નિક્ષેપ પૂર્વક સમજાવે તે માને નહિ ઉલ્ટો વિષમવાદ કરીને પોતાના અભિમાનનું પષણ કરે. એવા મદવાળાની સાથે વાદ કર તે વૃથા છે.
માર ખાધા પછી પાપભીરૂ-ભવભીરૂને સમજાવીએ તે માની જાય પણ જેને ભય હાય નહિ તે કઈ સમજવા તયાર થતાં નથી. ઉલટું આપણું હાંસી મશ્કરી કરે છે. પરંતુ આવા માણસે જ્યારે કમ રાજાને માર ખાય છે ત્યારે જ સમજે છે.
જીવનનું સાફલ્ય મન ગમતું ખાઈપીને હરવું ફરવું તેમાં જીવનની સફળતા નથી. પરંતુ મદમાનાદિનો ત્યાગ કરી આત્માના ગુણોને રીતસર ઓળખી તેનો આદર કરે તેમજ સાધન મેળવવા અને તેવા સાધને બીજાને પણ બતાવવા તેમાં જ જીવનની સાચી સફળતા છે.
For Private And Personal Use Only