________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૩૭ ગંદવાડે દૂર કર જ્ઞાનીઓ કહે છે કે આચાર-વિચાર ને ઉચ્ચારનું પુનઃ પુનઃ વિવેકથી નિરીક્ષણ કરે. પાપના આચાર-વિચાર ને ઉચાનો ત્યાગ કરે. અને પુણ્યના જ આચાર-વિચાર ને ઉચ્ચાર રાખે તેથી પવિત્રતા આવશે. પવિત્રતા આવવાથી અહંકાર–અભિમાન, માયા ને મમતા વગેરેની મલિનતા દૂર ખસતી જશે. પાપના વિચારે, પાપના આચારે ને પાપના ઉચા આત્માને મલીન કરે છે. આ મલિનતા-ગંદવાડથી શેક-સંતાપ થાય છે. તમને જે આ શેક-સંતાપાદિ ગમતા ન હોય તે આ ગંદવાડને દૂર કરવા માટે તમારા આચાર વિચાર ને ઉચ્ચારને પવિત્ર રાખો,
મલીનતા છે તે કર્મ કહેવાય છે. આ કર્મોએ જ ચારે ગતિના દુખે ઉભા કર્યા છે અને થશે જ. આ મલીનતાને દર્પણની માફક સાફ કરવામાં આવશે ત્યારે જ મુખની માફક, પ્રત્યક્ષ આત્માને અનુવભ થશે.
આત્માનો અનુભવ કર હોય અને શક–સંતાપાદિ દૂર કરવા હોય તો મન-વચન અને કાયાની મલિનતાને દૂર કરે. માત્ર શરીરની જ ગંદગી દૂર કરવાથી પવિત્રતા આવશે નહિ. આ માટે આ ત્રણેયની મલિનતા દૂર કરવી પડશે.
કારણ મન-વચન અને કાયાની મલિનતાથી વિકારે વધે છે. અને એ વિકાર પછી માનવીને અનેક રીતે દુઃખ આપીને ચારે ગતિમાં રખડાવી દુઃખી કરે છે. માટે સુખી થવા દરેકે મન-વચન અને કાયાની મલિનને દૂર કરવી જોઈએ.
For Private And Personal Use Only