________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
આંતર જ્યોતિ અપકાર ઉપકાર અને પસ્તાવો.
અપકાર કરનાર પ્રત્યે અપકાર કરવાથી ભભવ અપકારના નિમિત્ત મળશે. તેથી સુખ દૂર જ ભાંગતું જવાનું. માટે અપકારી ઉપર પણ શક્ય તેટલે ઉપકાર કરે.
ઉપકાર કરતાં અપકારી એમ માને કે મને દુઃખી કરવા જ આ ઉપકાર કરવામાં આવે છે. તે સમયે ઉપકારીએ ક્ષમા આપીને ખસી જવું, કારણ ક્ષમા રાખનારને એથી લાભ જ થવાને છે. સામાનું કલ્યાણ ઈચ્છવું અને મનમાં જરા પણ અણગમે રાખ નહિ. ઉપકારીનું આ ઉત્તમ કાર્ય છે.
ઉપકારીને નહિ ઓળખનાર અને જેમ તેમ બેલનાર, જેવું તેવું વર્તન કરનાર જયારે પેટ ભરીને ખુવાર થાય છે, ત્યારે તે સમજે છે કે ઉપકારી ક્ષમા માગવા આવ્યા ત્યારે મેં માન્યું નહિ તે ખરેખર સારું કર્યું નહિ.
દુઃખની નિશાની સારી શિખામણ આપનાર ઉપર અદેખાઈ ધારણ કરીને અણગમ રાખવે અને તેનું કહ્યું માનવું નહિ તે દુઃખની નિશાની છે. એ માણસ દુઃખને દૂર કરી શક્તા નથી, એ માણસ જે શિખામણ માનીને સન્માગે વળે ને સદ્વર્તન કરે તે દુઃખ દૂર તે થાય અને ચિંતા શેક થાય નહિ. સમજણું પણ ભૂલે કરે છે, પરંતુ તેઓ એમ માને કે આ શીખામણ મારા માટે લાભકારક છે ને મારે હવે ભૂલ ન કરવી જોઈએ અને સારું વર્તન રાખવું જોઈએ. માટે હે ભવ્યા! તમે જ્ઞાનીઓની શીખામણને માને, સ્વીકારે અને જીવનમાં તેનો અમલ કરો.
For Private And Personal Use Only