________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
આંતર જ્યોતિ ખરીદેલી પ્રતિષ્ઠા ગુણવંતે તથા વીતરાગ ભગવંતે ઉપદેશ આપે છે અને આપી ગયેલાં છે, તેને હૈયામાં બરાબર ધારણ કરાય અને તે પ્રમાણે વર્તન થાય તો જ ગુણે પ્રગટે અને અવગુણ ખસવા માંડે.
અમે અવગુણથી ભરેલા છીએ એમ ગુણીજને આગળ બોલવાથી કે કાલાવાલા કરવાથી તે દેષ કે અવગુણો નાશ પામતા નથી.
કેટલાક મારી નામના થશે અને મારું નામ કાયમ અમર રહેશે તે માટે પથ્થરના મહેલ બંધાવીને દગા-પ્રપંચ કરવા પૂર્વક ધનાઢય બની પોપકાર કરવા પ્રયાસ કરે છે. કેટલાક લગ્ન પ્રસંગે અગર અન્ય કાર્યોના પ્રસંગે જશ મળે અને નામના કાયમ રહે તે માટે ઘણું ધન વાપરે છે. આમ કાર્યો કરવાથી નામના કંઈ કાયમ માટે રહેતી નથી. બહુ બહુ તો જીવન પર્યંત તે નામના કાયમ રહે. પણ તેના મૃત્યુ બાદ લકે તેને ભૂલી જાય છે. જ્યારે અવગણને ત્યાગ કરી આત્મગુણ મેળવી માનવી સ્વ–પરનું હિત-કલ્યાણ સાધવા સમર્થ બને તે જ તેની નામના કાયમ રહેશે.
નામના કેઈની કાયમ રહેતી નથી પણ મેહ-મમતાને ત્યાગ કરી જે મહાશયાએ પોતાના આત્મિક ગુણો તરફ નજર રાખી ગુણને પ્રાપ્ત કર્યા છે તે કાયમ રહે છે. તે માટે અદેખાઈક્રોધાદિક કરવા પડતા નથી. જાહેરમાં નામનાની કામના ખાતર જેઓ રાગ-દ્વેષ કરે છે તે એગ્ય નથી. નામના ગમે તેવી હશે પણ ગુણે જે નહિ હોય તે તેની કિંમત નથી. આમ સમજી પૈસા ખર્ચીને નામના કમાવવાની ઈચ્છા રાખશે નહિ.
For Private And Personal Use Only