________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
કાર્યસિદ્ધિનાં પાન મહત્તા મેળવનાર અને તેનું રક્ષણ તેમજ સંવર્ધન કરનાર ભાગ્યશાળીના મનમાં વચનમાં અને આચારમાં સત્યતા ભાસે છે. તેમાં ફેરફાર થતો નથી. અને તેની પ્રવૃત્તિ બધી સત્યતા તરફ હોવાથી તે પ્રગતિ સાધી શકે છે અને સફળતાને વરે છે.
કપટ ને પ્રપંચ મનમાં રાખી પ્રવૃત્તિ કરી પ્રગતિ કરનાર કદાચ થોડા સમય માટે ફાવી જાય છે પરંતુ અંતે તે તેમાં ફસાઈને, મહત્તા ગુમાવી દુનિયામાં હલકા પડે છે માટે દેહાદિકને અધ્યાસ ટાળી સત્યતામાં રંગ રાગ લગાવે જેથી તમારાં સઘળાં કાર્યો સધાશે.
આપ મુવા વિના... આત્મિક સત્ય ગુણે તે આપણે જાતે કષ્ટ સહન કરીએ તે જ મેળવી શકાય છે. બીજા તે કંઈ આપણને મેળવી આપી શકે નહિ. સગા-સંબંધીઓ જે આપણા માટે ભાવતું ભજન જમી લે તેથી કંઈ આપણું પેટ ભરાઈ જતું નથી. એ માટે તે આપણે જાતે જ ખાવું પડે છે. તે જ પ્રમાણે આત્મિક ગુણે પોતે જાતે જ્ઞાન–ધ્યાનપૂર્વક પ્રાપ્ત કરીશું તે જ મળશે. અન્ય સંગે, સારા નિમિત્તો વગેરે મદદ કરે પણ તે ગુણે તે આપણે જાતે જ મેળવવા પડશે. આપણું કામ બીજા કદાચ કરી આપે તે એક વખત ચાલી જાય, પણ આ આત્મિક ગુણ મેળવવાનું કામ બીજા કઈ જ કરી શકે નહિ તે માટે તે આપણે સારા સંયેગો અને નિમિત્તો પામી તેઓનું આલંબન ગ્રહણ કરી આત્માના ગુણેને મેળવવા પડશે.
For Private And Personal Use Only