________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૨૭
આળસુનો પીર વિષય-કષાય જેઓને વહાલા છે તે પ્રમાદી બને છે. છતાં ગુણવાળામાં ખપવા બનતા પ્રયત્ન કરતા હોય છે, આના કરતાં પિતે ગુણવાન બની પ્રમાદને ત્યાગ કરે તે તેને એવી બનાવટ કરવી પડે નહિ.
આત્મગુણોમાં એવી તાકાત છે કે જેટલી બનાવટો છે. તેઓને તે પારખી લઈ તેમાં ફસડાઈ પડતાં તે વિચાર-વિવેક કરાવે છે. પ્રમાદીને એ ખબર પડતી નથી કે તે બનાવટી વસ્તુ પાછળ મહેનત કરીને પોતાની સાચી શક્તિને ગુમાવે છે.
બનાવટથી ચેતતા રહેજે. બાહ્ય નજરે જોતાં બનાવટી વસ્તુઓ દેખાશે. સત્ય, શિવંકર વસ્તુઓ દેખાશે નહિ. તે જોવા માટે દૃષ્ટિ અંતરમાં વાળવી જ પડશે. જ્યારે તે નજરને અંતરમાં વાળવામાં આવશે ત્યારે સાચી વસ્તુને અનુભવ થશે. અને પછી બનાવટ ઉપર પ્રેમ થશે નહિ.
સત્ય-શિવંકર વસ્તુ નજરે દેખાતી નથી. પણ અનુભવમાં આવે છે. તેથી આત્મજ્ઞાનીઓ સત્ય વસ્તુઓ અને ગુણોને અનુભવ કરવા વિકથાની વાતે તેમજ વિષયની વાતનો ત્યાગ કરી પોતાની વૃત્તિઓને અંતરમાં વાળે છે.
સત્ય વસ્તુઓને એવા ગુણેમાં વાળી છે કે વૈરાગ-સંવેગ ઉપશમ અભ્યાસથી જ મળી શકે. વિષયના વિચારો અને વિકારોની પ્રવૃત્તિથી પ્રગતિ કયાંથી થાય? હરગીઝ ન જ થાય.
For Private And Personal Use Only