________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ કર્મની ઘટમાળ વિષય કષાયના વિકારે-વાણું અને વર્તન-તે અશુભ કર્મોના આવિર્ભાવે છે એમ સમજવાવાળા ધર્મ ધ્યાનમાં રહી શુભ વિચાર, વાણી અને વર્તન રાખતા હોવાથી અશુભ કર્મ બંધ પાડતા નથી.
જ્ઞાનીએ સુખ શાતાને શુભ વેદનીય કર્મ જાણતા હોવાથી તેમાં આસક્ત બનતા નથી, પણ તેનો સહારે લઈ શુભાશુભ કર્મનો નાશ કરવા શક્ય પરાક્રમ ફેરવે છે. તેથી જ આત્મા સાથે લાગેલ કમ ખરવા માંડે છે. શુભાશુભ કર્મને ભેગવટો છે ત્યાં સુધી કર્મો ખસતાં નથી અને અનુકૂળતા પ્રતિકૂળતા આવ્યા કરે છે અને તેથી શાતા-અશાતા સુખ દુખ વારા ફરતી આવ્યા કરે છે.
જે વિષયમાં પ્રેમ થાય તે વિકારેનું જોર વધતાં અશુભ કર્મો બંધાય અને જે તપ જપ-ત્રત-નિયમાદિકમાં પ્રેમ થાય તે વિકારે ઓછા થાય અને પ્રતિકૂળતા અલ્પ થાય અને કંઈક શાંતિ થાય. માટે હે ભવ્ય ! તમારે વિકારને ઘટાડવા માટે વ્રત-તપ અને જપાદિક કરવાની જરૂર છે.
વિષયના વિચારે કરવાથી જ કષાયના વિચારે ઉત્પન્ન થાય છે. વિષયના વિકારે અને વિચારે ઓછા થાય તે જ કષાયે ઓછા થાય. આ વિષય કષાયના વિકારેએ માનવીને બરાબર બેડી પહેરાવીને સંસારમાં બાંધી રાખ્યા છે. એટલે અંશે તેમાંથી મુક્ત થવાય તેટલા અંશે સ્વતંત્ર થવાય.
For Private And Personal Use Only