________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨પ
આંતર જ્યોતિ
રંગમાં ભંગ વિચાર અને વિવેક વડે સમજ્યા પછી બટાને વળગી રહેવાશે નહિ. પછી તેના રંગમાં ભંગ પડવાને જ અને તેથી સારી વસ્તુમાં રંગ-સંગ થવાને. આ સિવાય અનાદિ કાલથી લાગેલા મહાદિક વિચાર વિકાર–ખસશે નહિ.
મનહર સત્યમાં રંગ સંગ લાગેલ હોય તેમાં વિજાતીય રંગ-સંગ લગાડવામાં આવે તે સત્યના સ્વભાવમાં ભંગ પડતાં વાર લાગતી નથી. સત્ય રંગ-સંગમાં આત્મિક ગુણેને રંગ લાગે તે ભવ રેગ જરૂરથી નષ્ટ થાય.
| સ્વભાવના કારણરૂપ જ્ઞાન-ધ્યાનનો રંગ લાગ્યો હોય અને તેમાં જે વિજાતીય વિષય કષાયને રંગ લાગે તે વિચિત્ર ઘટના તે ઊભી કરે છે. માટે જ્ઞાન ધ્યાનમાં લાગેલ રંગ ભંગ કરનારા સંયોગથી ખુશી થવા જેવું નથી.
બધું જ કર્માધીન કનૈના અનુસારે બુદ્ધિ મતિ ઉત્પન્ન થાય છે. શુભ કર્મ કરેલ હોય તે શુભ બુદ્ધિ મતિ ઉપજે અને અશુભ કર્મોના વેગે અશુભ બુદ્ધિ ઉપજે. આમ કર્મના કારણે વાણી વિચાર અને વર્તન શુભ-અશુભ થયા કરે છે.
હે ભલે ! તમે શુભ કર્મનો સહારે લઈ શુભ વિચારના યોગે સાચી સુખ શાંતિને મેળવે.
અશુભ કર્મ, મતિ-બુદ્ધિને સહારે લઈ મન-વચન અને કાયામાં વિકારે ઉત્પન્ન કરે છે. તેથી શેક સંતાપ વગેરે થાય છે. તેને પ્રતિકાર બની શકે તેમ છે. જે સારા સંગ મળે અને તેનો લાભ લેવામાં આવે તે શુભ કર્મ બંધાય છે.
For Private And Personal Use Only