________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
આંતર જ્યોતિ
ગુસ્સાની ગરબડ આત્મોન્નતિ કરનારાઓ તે માન-સન્માનાદિને લુટારા સમજે છે. આથી કોઈ તેમનું સન્માન કરે કે અપમાન કરે તે પણ તેઓ તેમાં આનંદ કે ખેદ ધારણ કરતા નથી.
આનંદ અને ખેદ વગેરે ધારણ કરવાથી તે મોહાદિક હાજર થાય છે અને માણસને આગળ વધારવાના બદલે પાછા પાડે છે. જ્ઞાનીઓ આવું સમજે છે તેથી હર્ષ-શેકાદિના જનક અને સાચા સુખની ભ્રમણમાં નાંખનાર મહાદિકની પ્રકૃતિને વિકૃતિ સમાન જાણી તેને હૈયામાં ધારણ કરતાં નથી.
આંખે નિર્મળ હોય તે લાલાશ રંગ પૂરનાર કોણ? શીતળ હોય તે તેને ગરમ કરનાર કેશુ? મેહે ઉત્પન્ન કરેલ કેપ છે અને અભિમાને તેને મદદ કરી છે. તેના આવેશમાં આંખ લાલ બની પીડા કરે છે.
હદયમાં ક્રોધ રાખી અને મુખ ઉપર શાંતિ દેખાડનારને જ્ઞાનીઓ જાણી જાય છે કે તેના હૈયામાં ગુસ્સે સળગે છે. તેથી તેવાઓને તે દૂર રાખે છે.
- અજ્ઞાનતાએ ક્રોધાદિકને ઉશ્કેરી મૂકયા, અભિમાને તેઓને પંપાળ્યા અને માયાએ તેને છાના-ગુપ્ત રાખ્યા પરંતુ લેલે તેને વેગ વધારી પ્રાણુઓની ઘણી ખુવારી કરી. શાણું મનુષ્ય આવું સમજે છે ને લાગ જોઈને ગુસ્સાને દૂર કરવા કમર કસે છે.
For Private And Personal Use Only