________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ જગતમાં “આંતર જોતિ” વિનાને આત્મા અંધની તુલનામાં આવે છે. દેખતે છતાં અંધાપે એના લલાટે લખાયે હોય છે. અજ્ઞાન અંધ એ કહેવાય છે. ગ્રંથનું નામાભિધાન :
આ ગ્રંથનું નામ “આંતર તિ” છે. ગ્રંથ કાગળ ઉપર છપાયે છે, દેરાથી બંધાય છે, પૂઠાથી મઢાયે છે. આમાં કયાંય આંતર જ્યોતિ” જણાય છે? તે શું આ ગ્રંથનું નામ નિરર્થક છે?
ના, એવું નથી. વ્યવહારમાં ઘણીવાર કારણ વિગેરેમાં કાર્ય વિગેરેનો ઉપચાર થતો હોય છે. એવી ભાષાને શાસ્ત્રીય પરિભાષામાં વ્યવહાર સત્ય કહેવામાં આવે છે.
આપણે બોલીએ છીએ કે વાદળાં વરસે છે. પણ કેઈએ કદી વાદળાંને વરસતાં જોયા છે? પાણી વરસતું હોય છે અને કહેવાય છે કે વાદળી વરસે છે. પરંતુ પાણી વરસવાનું કારણ વાદળામાં છે અને એથી વ્યવહાર બગડતો પણ નથી, માટે આ ભાષાને વ્યવહાર સત્ય ભાષા ગણી શકાય.
એ પદ્ધતિએ આ ગ્રંથમાં “આંતર તિ” નથી પણ આત્મા ઉપર લાગેલા શ્યામલતા જેવા આવરણે દૂર કરવામાં નિમિત્તભૂત બને છે. આ ગ્રંથ આત્માની “આંતર તિ” ખોલવાનું એક શ્રેષ્ઠ સાધન છે. તેથી એને “આંતર જાતિ” નામ આપવું સાર્થક છે. તે જોઈતું હોય છે પાણુ અને ખેદાય છે માટી. એમ ખેદતાં ખેતાં અમૂક ઉંડાણમાં ગયા એટલે નિર્મળ જળને કુવો બની બની જાય છે. - એમ આ ગ્રંથ વાંચીએ પણ એની અસર ચેતના ઉપર થશે અને આત્માની આંતર જ્યોતિ પ્રગટી ઉઠશે.
For Private And Personal Use Only