________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
પવિત્રતા અને પરેપકાર પવિત્ર બન્યા પછી અન્યજનોનો ઉપકાર કરી તેમને પણ પવિત્ર બનાવે તે સ્વપરનો સાચો ઉપકાર છે. માટે પવિત્ર બની પપકાર કર. આમ કરનારા ધર્મમાં ઉત્કૃષ્ટ બને છે અને મેહની જંજાળને તેડી સ્વતંત્રતાના સ્વામી બની પરમપદના અધિકારી બની પરમશુદ્ધિના સ્વામી બને છે.
મેહનીય કર્મોના વિચારેવિકારે પવિત્ર બનેલ આત્માની આગળ થતાં નથી. કદાચ થાય તે તે વધુ ટકતા નથી. બે ઘડીમાં તે વિચારે ઘસાઈ જાય છે. આવા મંગલરૂપ ધર્મની આરાધના કરવા હે આત્મન ! તું તત્પર બન.
સુખ કાયમી નથી ધર્મની આરાધનાને પ્રભાવ અચિંત્ય છે. કામધેનકામઘટ–કલ્પવૃક્ષ કરતાં પણ તેને મહિમા વધુ છે. તે મુખેથી કહી શકાય તેમ નથી. કામઘટ વગેરેને મહિમા તે કહી શકાય તેમ નથી. કામઘટ વગેરેનો મહિમા તે કહી શકાય કારણ તે દુન્યવી કલ્પિત સુખના સાધને આપે છે. પણ એ સુખે કાયમ રહેતાં નથી. ચેથા–પાંચમાં આરામાં નષ્ટ થાય છે તે છઠ્ઠા આરામાં તે દેખાય ક્યાંથી? જ્યારે ધર્મનો મહિમા દેખાય છે અને મહાવિદેહમાં પ્રગટ થઈ તે સત્ય લાભને આપે છે. આથી આપણે જે પાંચમાં આરામાં શક્ય ધર્મની આરાધના કરીશું તે તે નિષ્ફળ જશે નહિ અને સુખ-શાતાપૂર્વક જીવન પસાર થશે. આ વર્તમાનભવમાં જે કલેશ વગેરે કરવામાં આવશે તે બીજા ભવમાં પણ તેના સંસ્કાર નડવાના છે. આથી સુખ શાંતિ માટે ધર્મની આરાધના કરવી.
For Private And Personal Use Only