________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
આંતર જ્યાતિ મંગલની સાર્થકતા મંગલ કહેવાથી પાપ નાશ પામતા નથી. પરંતુ પાપના વિચારે, વચન અને દુરાચારને ત્યાગ કરી સદાચારનું સેવન કરવાથી મંગલની સાર્થકતા થાય છે.
સંસ્કાર ધારા ક્ષણે ક્ષણે જે પાપના વિચારો આવતા હોય છે, તેના ઉપર ઉપગ રાખવામાં આવે તે જ વાણું અને વર્તનમાં પરિવર્તન થાય છે અને થશે. પાપના બદલે પુણ્યના વિચારોને આવવાનો અવકાશ મળશે.
પુણ્ય અને પવિત્રતાના વિચારના સંસ્કાર વાણી ઉપર પડે અને પવિત્ર વાણીની અસર આચરણ-વર્તન ઉપર પડે છે તેથી જે પાપ થયા હોય છે તે થાય છે તે દૂર ખસે છે.
પાપના વિચારે-વચનો અને વર્તનોને ત્યાગ કરે અને પવિત્રતા ધારણ કરવી, તે ધર્મની આરાધના છે. તે આરાધના પાપમાં પડતાં ને બચાવે છે અને પડેલાને ઉદ્ધાર કરી શાંતિ, સુષ્ટિ-પુષ્ટિને અર્પણ કરે છે.
ધનાદિકની ઈચ્છાવાળાને તેની અભિલાષા પૂર્ણ કરી ધર્મમાં જોડે છે. ધર્મ કરનાર ઈરછુક ધર્મને મર્મ જાણીને કર્મનો ત્યાગ કરવા તૈયાર થાય છે. અને પવિત્ર બની પિતાની પાસે જે છે તેને સદુપયેગ કરવા પૂર્વક પડકાર કરીને જીવન સફળ કરે છે.
For Private And Personal Use Only