________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૧૫ સ્વાધીનતા માટે ભગવંતોએ અહંકાર-લેભ વગેરેને મૂળમાંથી નષ્ટ કરી સ્વાધીનતા પ્રાપ્ત કરી છે. તેમ જ વિષય વિકારે જે આત્મિક ગુણોના અવરોધરૂપ છે તેને નષ્ટ કરી સ્વશક્તિઓ મેળવી છે. આપણે પણ તેવી શક્તિઓ પ્રાપ્ત કરવી છે. અને એ શક્તિને ફેરવી સર્વ કૃદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને મેળવવી છે. અને તે ભગવંતેનું ઉત્તમ મંગલ સ્વીકારીને સ્વતંત્ર બનવું છે. તે પ્રથમ શું કરશે?
પ્રથમ અહંકાર–મદર્ભ વગેરેને ટાળવા માટે લક્ષ્ય રાખીશું. તેથી શું લાભ થશે? વિષય-કષાયન આચાર-વિચાર અને ઉચ્ચારને ટાળવા શક્ય શકિત ફેરવશું તેથી શું લાભ થશે? મેહાદિકે જે જંજાળ વધારી છે તેને વિવેક જ્ઞાન વડે બરાબર પિછાણી તેને હઠાવીને તેડી પાડી અમારી સાચી સ્વાધીનતાના સ્વામી બનીશું.
એમ બને તો જ આપણી વૃત્તિ-પ્રવૃત્તિ પ્રશંસાપાત્ર એગ્ય એકદમ બનતી નથી. અને બને પણ ક્યાંથી? જ્યારે ચાલુ વિચાર ઉચ્ચાર અને આચાર પીડાકારક લાગે ત્યારે જ તેમ બની શકે.
દુઃખાદિ કરનાર વૃત્તિ-પ્રવૃત્તિની સમજણ પડે છે ત્યારે જ તેવી પ્રવૃત્તિઓને ત્યાગ કરવા નિયમ વ્રત–તપાદિને સ્વીકાર થયા પછી તેના આધારે વિવિધ વિકારે ખસવા માંડે છે અને મન-વચન-કાયા કબજે આવે છે.
For Private And Personal Use Only