________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
આંતર જ્યોતિ
અપેક્ષા અને અનેકાંત અપેક્ષાને જાણનાર જ વચનની શ્રધ્ધાપૂર્વક આરાધના કરનાર આરાધકે બને છે, વિરાધક બનતાં નથી. અતએવ મહાદિક મહાન શત્રુઓને પરાજય કરી વિજ્યમાળ પહેરે છે અને પહેરશે.
કર્મની કઠીન ને મલીન શક્તિને હઠાવવા અનેકાંતઅપેક્ષાદિ સમર્થ છે. આ સિવાયના વાદો એકાંત બની જાય અને કષાયને વધારી શક્તિને પરાજય કરવા પૂર્વક ઘાત કરે અને ઈચ્છા મુજબ લાભ મળે નહિ સંપત્તિ શુદ્ધિ વગેરે ખસતી જાય. માટે લખે, વાંચે ને મનન કરે, પણ અનેકાંત અને અપેક્ષા ભૂલતા નહિ.
ઋદ્ધિસિદ્ધિ-શુદ્ધિ-શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિ અર્પણ કરનાર સ્યાદાવાદ અનેકાંતવાદ જયવંત છે. તેનાથી રાગ તેષ વગેરે ટળતા જાય છે. અને ધર્મ કર્મની સફળતા થાય છે ને શુદ્ધિ થાય છે.
જુગ જુગ જુને નાતે અશાંતિ અને આશા તૃષ્ણને અનાદિ કાળને સંબંધ હોવાથી ચિંતા-શેક–સંતાપ વિલેપાતાદિ ખસતા નથી પણ વધતા જ જાય છે. માટે હે ભવ્ય ! શાંતિ મેળવવી હોય તે આશા તૃષ્ણને નિવારે.
For Private And Personal Use Only