________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ પેલે પાર સવિચાર અને વિવેક વિના આત્મિક ગુણ તરફ નજર પડતી નથી અને કલેશ કંકાસ વગેરે ઓછા થતાં નથી. આથી સંસારમાં ભટકવાનું થાય છે. અને તેને પાર પહોંચવાની ભાવના હોય તે પણ પહોંચાતું નથી.
વર્તનનો નકશો ક્ષમાશીલ બનવું, નમ્રતા સાથે આત્મગુણે મેળવવા, સરલ બનવું, સંતોષ રાખ, અને મન-વચન-કાયાની શુદ્ધતા જાળવવી તે સવર્તન કહેવાય. આનાથી વ્યવહાર શુભ બને છે અને ભવિષ્યમાં પણ બનશે. ધાર્મિક ક્રિયાઓ પણ તેનાથી ફળવતી બનશે.
જાગૃતિનું પરોઢ સંસારે પરિભ્રમણ કરતાં સારા સગો અને નિમિત્તે મળતાં એટલે આત્માગ રહે તેટલી સાચી જાગૃતિ આવે એમ જ્ઞાનીઓ કહે છે.
મિથ્યાંધકાર નષ્ટ થાય ત્યારે સમ્યગૂ-દર્શન જ્ઞાનાદિદ્વારા જાગૃતિ આવે છે. તે અલ્પ પ્રમાણમાં હોય છે. પરંતુ ક્ષાયિક ભાવે મળે ત્યારે જ ખુશી થવું જોઈએ. કારણ કે ઉપશમ અને ક્ષપશમને ઉપગ કાયમ રહેતું નથી જ્યારે ક્ષાયિકભાવ તે કાયમ રહે છે.
For Private And Personal Use Only