________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
આંતર જ્યોતિ અંતે તે હાર જ છે સત્ કાર્યો પૈકી મમતા–અહંકાર ક્રોધાદિક વિષય વિકારોને ટાળવા પ્રયત્ન કરે તે ઉત્તમ કાર્ય છે. જે તે પ્રયત્ન અને પ્રયાસ કરે છે તેઓને સત્કાર–સન્માન–અભિનંદન, વિગેરેની ઈચ્છા આશા હતી નથી છતાં પણ સમુદાય આપે છે.
કપટ કલાથી આદર મેળવનારને સત્કાર-સન્માન મેળવનાર ઘણુ મળી આવશે પણ નિષ્કપટી, પૃહારહિતને સન્માનાદિ આપનાર ઓછા મળશે કારણ કે તેઓને કળા બતાવાની પણ ઈચ્છા હતી નથી છતાં સમજનાર તે આદર સત્કાર કરે છે અને કપટ કલા કાઢવાની અભિલાષા પિતે રાખતા હોય છે. કપટ કલાને અંતે પરાભવ થાય છે.
ભવભવની અથડામણ પૃહા જે કે અનાદિકાલની છે છતાં સદ્ વિચાર અને સદ્ વિવેક વડે સદ્ દર્શન જ્ઞાનાદિકથી ત્યાગ કરી શકાય છે તેમાં એવી તાકાત છે. આ સંસારની ઈચ્છાઓ, આશાઓ, તૃષ્ણાઓને દૂર કરવામાં નહિ આવે તો તમારે ભભવમાં અથડાવવાનું થશે.
" તું નિર્જરા કર
આત્મિક વિકાસ કયારે સધાય? અને નિર્જરા એટલે શું? જે અંશે ભૌતિક સુખની ઈચ્છાને ત્યાગ તેટલા પ્રમાણમાં નિર્જરા થાય. સંસારના વિષય સુખની અભિલાષાને. ત્યાગ કરવામાં આવે અને સર્વથા આત્મા તરફ નજર કરવામાં આવે તે કર્મની નિર્જરા થાય છે.
For Private And Personal Use Only