________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૦૩ બમણુનું પરિભ્રમણ રાગ, રીસ વગેરે રાખવાથી અને તેઓને પિષવાથી ભલે સુખ શાંતિ મળે છે તેમ કહેવાય પરંતુ તે એક ભ્રમણા જ છે. આવી ભ્રમણના વેગે જગતમાં માનવી પુનઃ પુનઃ પરિભ્રમણ કર્યા છે ને તેને કદાપી વિશ્રાંતિ મળતી જ નથી. તેઓને ત્યાગ કરવામાં આવે તે જ માનવીને સાચી શાંતિ મળે.
કાચું પણ વજબંધન પારકી આશાએ જીવન જીવવું તેમાં પરાધીનતા છે. રાગથી ઉત્પન્ન થયેલ આશામાં નિરાશા રહેલી છે. તેનાથી શેક, ચિંતા, સંતાપ વગેરે થાય છે. આશાના બંધનમાં બંધાયેલ માનવી મુકત થવા ઘણું તરફડીયા મારે છે પણ તેનાથી મુક્ત થવાતું નથી. ઉલ્ટે તે બંધનથી તે વધુ ને વધુ બંધાય છે.
આશાથી જે મુક્ત છે તે સ્વાધીનતાને વરે છે. આશા નષ્ટ કરવામાં આવે તે દુઃખ થાય જ નહિ. ઉપેક્ષા ને ઉદાસીનતાથી જીવન જીવતાં સુખ મળે છે. જ્યારે આ લેક અને પરલેકના વિષયેની આશા કરવાથી જીવનને માર્ગ રૂંધાય છે અને પુનઃ પુનઃ ભવ ભ્રમણમાં અથડાવવાનું બને છે.
આલંબન લે ક્ષમાદિક જે આત્મિય ગણે છે તેનું અવલંબન લેવામાં આવે તે રાગ, દ્વેષના જે બંધને છે તે જરૂરથી તૂટી જાય ને આત્મસુખ મળે.
For Private And Personal Use Only