________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૧૦ સત્યાનંદ આત્મ સ્વભાવને પ્રભાવ તેમ જ મહિમા ઘણે છે. જ્યારે કર્માધીન માણસે ભવનાટક ભજવવાનું બંધ કરશે અગર બંધ કરવાના સાધનને ત્યાગ કરી પિતાના આત્મધર્મમાં રમણતા કરશે ત્યારે તેઓ સત્યાનંદને મેળવશે તેમાં કિઈ શક નથી.
શાણી સલાહ આત્મજ્ઞાની ઉપદેશ આપે છે કે હે આત્મન ! તું કોઈને સગે કે સંબંધી નથી. અને કોઈ તારું પણ સગું કે સંબંધી નથી. જ્યારે તારું કેઈ સાચુ સ્વજન નથી છતાં મમતા, અહંકાર ધારણ કરી, ભ્રાંતિથી મારું મારું” તું માને છે અને અઢાર પાપ સ્થાનકે સેવી અઢાર દેશે એકઠા કરી અસહ્ય વેદના વેઠે છે, છતાંય તારા સંકટ–ન્યાતનાના કટમાં તારા તે માની લીધેલા સ્વજને જરા પણ તેમાં ભાગ પડાવશે નહિ. એ દુઃખ ને યાતના તારે એકલાએ જ ભેગવવા પડશે. માટે એ દુઃખ ને યાતના દૂર કરવા ને સુખ પ્રાપ્ત કરવા આત્મધર્મને ઓળખી, તેના જે જે સાધને છે તે મેળવવા સદ્દગુરુના પરિચયમાં આવ. અને આત્મધર્મમાં રમણ કર!
મારાપણું દૂર કરે જેમ જેમ મારાપણાના ચગે મમતાને અહંકાર વધશે તેમ તેમ પાપ સ્થાનકે વધતાં જ જવાનાં. તેને ઓછા કરવાની ઈચ્છાવાળાએ મારાપણની ભાવનાને દૂર કરવી જોઈએ.
For Private And Personal Use Only