________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ તેવું બનતું નથી ધર્મના શિખરેથી મૈત્રી-પ્રદ વગેરેને પ્રવાહ વહે છે. તેમાંથી શાંતિનાં ઝરણું ફૂટે છે. તેનાથી ત્રિવિધ તાપ નાશ પામે છે. આ માટે તે ઝરણને હૈયામાં ઝીલવા જોઈએ. તે વિના તાપ ટળતું નથી.
- મન, વચન અને કાયાની વૃત્તિને પ્રવૃત્તિથી. ખરાબ વિચારે ને ઉચ્ચારેથી વિવિધ તાપ ઠંડા પાણીથી કે બરફથી કે ચંદનના પાણીથી જતો નથી. પરંતુ મૈત્રી, પ્રમોદ, કરુણા, વગેરેના પ્રવાહને હૈયામાં ઝીલવાથી તે તાપ ઠડે પડે છે. દુન્યવી ઉપચારોથી વિકારો વગેરે ટળતાં હોય તો ધમજને મનહર ભાવના ભાવે નહિ. તેવું બનતું નથી. માટે જ ધમી જને પ્રથમથી ભાવના ભાવી સુખ શાંતિના ભોક્તા બને છે.
ભૂલોનું શું કરશો? ભૂતકાળની થયેલ ભૂલેની આત્મસાક્ષીએ નિંદાપૂર્વક સદ્ગુરુ સાક્ષીએ ગઈ કરવી તે આર્તધ્યાન નહિ પણ ધર્મધ્યાન કહેવાય. તેમ કર્યા સિવાય મન, વચન અને કાયાની મલિનતા દૂર થતી નથી. અને મલિનતા દૂર કર્યા વિના ધર્મક્રિયામાં સ્થિરતા ક્યાંથી આવે? જેના હૈયામાં થયેલ ભૂલે વિંછીની જેમ ડંખે છે તે સવાર ને સાંજ ભૂલનું પ્રાયશ્ચિત કરવા સામાયિક તેમ જ પ્રતિક્રમણ કરે છે ને તેમ કરી ને હૈયાની મલિનતાને દૂર કરે છે.
For Private And Personal Use Only