________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ મત કરે ગુમાન અરે મનેહર અંગવાળા તારું શરીર સુંદર દેખાય છે તેથી ખુશ થતે નહિ. કારણ કે વૃદ્ધાવસ્થા જ્યારે તને આવશે ત્યારે તારું જે આજે મને હર શરીર છે તેની સુંદરતા જતી રહેવાની છે અને સર્વ અંગો પણ ઢીલા થવાના જ છે માટે વૃદ્ધોને દેખી તથા ખેડવાળા શરીર દેખીને હે યુવાન ! તું હાંસી કર નહિ. ' હાંસી કરનારની હાંસી કરનારા મળે છે. ત્યારે ઘણુ દુઃખ થાય છે. તે મુજબ તારી પણ હાંસી કરનારા મળી આવશે. ત્યારે તને પણ ઘણું દુઃખ થશે. દુઃખ કઈ પણ પ્રાણીને વ્હાલું હોતું નથી. દરેક જીવ સુખને ઈરછે છે. હાંસી-મજાક કરવાથી પણ દુઃખ થાય છે માટે તે યુવાન ! તારે તેને ખ્યાલ કરે જોઈએ. ' અરે ! ધનાઢયે ! ધનના મદમાં ધન વિનાના માનવ સમુદાયને દેખી તેને ઉતારી પાડી તેનું અપમાન કરે નહિ. તમારી પણ એવી સ્થિતિ પ્રથમ ભમાં હતી અને આ ભવમાં પણ થવા સંભવ રહેલ છે. હાંસી કરવાથી તેમજ અપમાન કરવાથી પુણ્યદય ખવાય છે અને પાપને આવવાની જગા મળે છે. તે વખતે તમને અપમાન જ મળશે. માટે હે ધનાઢયે ! તમે કેઈનું પણ અપમાન કરશે નહિ.
હે સત્તાધારીઓ ! સત્તાના જોરે બીજાનું નુકશાન કરે નહિ. એવા ઘાટ ઘડે નહિ. કારણ સત્તા ખસી જતાં એ નુકશાન તમને જ થવાનું છે.
For Private And Personal Use Only