________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ લાગ મળતાં જ જે જે મહાભાગ્યશાળીઓએ અપકારી ઉપર કરુણ ભાવ રાખી ઉપકાર કરેલ છે તેઓ મમતા મેહને ત્યાગ કરી, આત્મ વિકાસમાં આગળ વધી કેવલજ્ઞાન મેળવવા પૂર્વક સંસારના દુખેથી પાર ગયેલ છે.
સંસારના દુખેને દૂર કરવા હોય તે ઉપકાર કરવા ભૂલવું નહિ. તેથી પૂર્વનાં કર્મ ખરે છે અને નવાં કર્મ બંધાતાં નથી. અને અપકાર તે કેઈને પણ કયારેય કરે નહિ. તેથી વેર-વિરોધ વધે છે ને દુઃખે ઉત્પન્ન થાય છે. માટે કદી અપકાર કરે નહિ.
કેટલાક એમ કહેવાય છે કે અપકાર વિગેરે કરવાથી અપકારી દબાઈ જાય છે. આ માન્યતા શાંતિ આપનારી છે જ નહિ. અને કદાચ તેમ કરવાથી અપકારી દબાતે રહે પણ તેથી વેર-વિરોધ દબાઈ જતાં નથી. લાગ મળતાં જ તે આ ભવમાં કે પરભવમાં પણ તેને બદલે લેવા તૈયાર બને છે. આમ થવાથી સુખ મળતું નથી.
સમ્યગૃજ્ઞાનીએ તો વેર-વિધિને બદલે કદી ઈચ્છતા નથી. તેઓ તે તેને બદલે સહન કરીને ક્ષમા કરીને જ વાળે છે. એમ કરવાથી પ્રાયઃ તેમને આમેન્નતિ કરવામાં વિદને આવતાં નથી.
For Private And Personal Use Only