________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર
તિ
ચેતતા રહેજો પવિત્ર કયારે બનાય તેમજ પવિત્રતાનું સંવર્ધન ક્યારે થાય? તે કહેવામાં આવે છે કે પ્રથમ મનને સારા વિચારમાં જેવું પછીથી સદ્ગુરુ પાસે જઈને તેમના ઉપદેશનું પાન કરવું તેમના ઉપર સમ્યફ રાગ રાખવે. આમ કરવાથી પવિત્ર થવાય છે. જેમ જેમ પાપમય વિચાર, વાણી અને વર્તન ઓછા થતા જાય તેમ તેમ વધુ ને વધુ પવિત્ર બનાયા છે. પ્રાપ્ત થયેલ પવિત્રતાને ટકાવવા આગમ વચનનું નિરંતર શ્રવણ કરવું. તેથી પવિત્રતાનું રક્ષણ અને સંવર્ધન થાય છે. દુરાચારને સંગ થાય તે પવિત્રતાનો ભંગ થવાને સંભવ છે માટે દુરાચારથી ચેતતા રહેવું.
અનિવાર્ય અને આવશ્યક ધંધાની ધમાલમાં પવિત્રતા જળવાતી નથી. અને બંધ કર્યા વિના વ્યવહાર જળવતા નથી. આમ તમે કહે છે તે પછી તમે પવિત્ર ક્યારે બનશે?
જેમ તમે નિત્ય કર્મ કરવાને સમય કાઢે છે તેમ ધર્મ કરવાને પણ સમય કાઢ જોઈએ. ખાવું-પીવું, શૌચ-સ્નાન જેમ આવશ્યક છે તે જ પ્રમાણે ધર્મ કરી તેને હૈયામાં ધારણ કરવાની ખાસ આવશ્યક્તા છે.
For Private And Personal Use Only