________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ રસ્તામાં પથ્થર દુન્યવી બાબતમાં રસિક બનનારને મોક્ષ માર્ગ મળશે દુષ્કર બને તેમાં આશ્ચર્ય શું છે? તે તે સંસારની સર્વ વાતને ત્યાગ કરી તેના તરફ નિર્લેપતા કેળવવામાં આવે તે જ મોક્ષ માર્ગ હાથમાં આવે. મોક્ષના માર્ગમાં સંસારની વાતો બાધક છે. મમતા, માયા, ઈર્ષ્યા જન્ય કલેશ કંકાસ, ઝઘડાના વિચારે, ઉચ્ચારે અને આચારેને બરાબરે દુઃખદાયક જાણું તેઓને ત્યાગ કરી ધાર્મિક વર્તન અને વિચાર રાખવામાં આવે તે જ મોક્ષમાર્ગ હસ્તગત થાય.
નશામાં મદહોશ સંસારિક સુખના રસિયાઓને તેમજ શ્રીમંતોને સત્તા અને સંપત્તિને નશો ચઢયે હેવાથી, સુખની પાછળ દુઃખ દોડતું આવે છે તેને ખ્યાલ રહેતું નથી. દારૂમાં ચકચૂર બનેલાને દુઃખનું ભાન કયાંથી હોય? આબરૂ–પ્રતિષ્ઠા ભલે જાય પણ તે ટેવ તે મૂકે જ નહિ. સત્તા તેમજ સંપત્તિને નશે ચઢે નહિ માટે અનંત જ્ઞાનીઓ ફરમાવે છે કે જે સંયોગે મળેલ છે તે શરદ ઋતુના વાદળે માફક નશ્વર છે. તેમાં ચકચૂર બની હેરાન-પરેશાન થશો નહિ. તેનાથી આત્મિક વિકાસ સધાશે નહિ. તેમ નહિ કરે તે તમારી પડતી થશે ને ઘણું જ તમને લાગશે.
For Private And Personal Use Only