________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ એકડા વિના શુન્ય વિષય સુખની આસક્તિ તેમજ તેની આશા ટળે ત્યારે જ સ્વ–પરનું હિત સાધવા સમર્થ બની શકાય. અને ક્ષણિક સુખોની અપેક્ષા રહે નહિ. સુખની અપેક્ષા પદય હેય તે જ ફલવતી બને, નહિ તો તે વિફળ જાય.
ગંદકી દૂર કરો અનીતિના માર્ગે ચાલનારી મને વૃત્તિ મલીન હોય છે. એ વૃત્તિ સુધારવામાં ન આવે તે દુર્ગતિના દુઃખ ભોગવવા પડે છે. આ મને મલિનતા ઘણી ખરાબ છે. તે મન અને વાણી તેમજ આત્માને દુષિત કરી નાંખે છે. આથી મનની શુદ્ધિ કરવાની પ્રથમ જરૂર છે. શરીરની મલિનતા પાણી આદિથી દૂર થાય છે. જ્યારે મનની મલિનતા વિવેકને કેળવવાથી થાય છે. જેઓ ન્યાય-નીતિ મુજબ વર્તન કરે છે તેઓની સબત કરવાથી તેમજ તે અંગેને ઉપદેશ સાંભળવાથી, વાંચવાથી મનની ગંદકી દૂર થાય છે. મનની શુદ્ધિ થતાં વાણું અને વર્તન બંનેની શુદ્ધિ થાય છે અને આત્મા નિર્મળ બને છે. મન, વચન અને કાયાની શુદ્ધિ થતાં આત્મિક ગુણેને વિકાસ થાય છે. એટલે સંસારને તજવાથી મોક્ષ માર્ગે જવાય છે.
For Private And Personal Use Only