________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ પ્રેક્ષક બને જેઓ પ્રશમ, સંવેગ વૈરાગ, અનુકંપ અને સમ્યક શ્રદ્ધા રાખે છે તેઓ મિથ્યાત્વની પ્રકૃતિએને ઉપશમાવે છે આમ કરવાથી તેઓ વસ્તુના સહજ સ્વભાવને ઓળખી શકે છે. જેથી ગમે તેવા સારા કે ખરાબ પ્રસંગમાં પણ તેઓ વિચલિત બનતા નથી. અને એ દરેક પ્રસંગમાં તે પ્રેક્ષક બનીને જીવે છે.
ભેગમાં તુચ્છતા સંસારના આલેક અને પરલેકના સુખની આશા, તૃષ્ણા તેમજ વાસનાને જ્ઞાન-પૂર્વક ત્યાગ કરવાથી અધ્યવસાય અને વિચારોની શુદ્ધિ થાય છે. અને એ ત્યાગ જીવનમાં વણાઈ ગયા પછી વૈષયિક સુખની પણ કામના રહેતી નથી. શાશ્વત સત્ય સુખને અનુભવ થયા પછી ભૌતિક સુખે ક્ષણભંગુરને તુચ્છ લાગે છે.
જ્ઞાની પુરુષ એવા તુચ્છ અને ક્ષણ વિનાશી સુખની કામના કરતા નથી. માટે હે ભવ્ય ! તમે સત્ય અને શાશ્વત સુખ માટે જ પ્રયત્ન કરે. ક્ષણવિનાશી અને તુછ સુખ માટે આ મહામૂલા માનવભવને બરબાદ ન કરે. ભૌતિક સુખની તૃષ્ણ સાચી નથી. તેથી દુઃખ જનક પરંપરા વધતી. જાય છે માટે સત્ય સુખને આગ્રહ સે.
For Private And Personal Use Only