________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
રામબાણ ઇલાજ માણસે યુવાવસ્થામાંથી જ સહનશીલતા કેળવવી જોઈએ. જેથી વૃદ્ધાવસ્થામાં દુઃખો આવી પડે તે પણ એ દુખેથી માનસિક સંતાપ ઊભા ન થાય. જે કેટલાક વૃદ્ધાવસ્થામાં દુખે ને અગવડમાં સમતા રાખે છે અને જ્ઞાન–ધ્યાનમાં સહેલાઈથી રમણતા કરે છે તેનું કારણ તેમણે જવાનીમાં કેળવેલી સહનશીલતાને જ આભારી છે.
આપણે ઘણીવાર સાંભળીએ છીએ અને વાંચીએ છીએ કે કેઈએ ઝેર ખાધું ને મરી ગયે, કેઈએ ઘાસલેટ છાંટ્યું ને બળી મ. કેઈએ ગળે ફાંસો ખાધે ને મરી ગયે, કેઈએ ઊંચેથી પડતું મૂકયું ને મરી ગયે. આ બધું બને છે કારણ કે માણસે જોઈએ તેવી સહનશીલતા કેળવી નથી. નાની ઉમરથી જે આ ગુણ કેળવવામાં આવે તે દુખે આટલા બધા અસહ્ય ન લાગે.
મનુષ્ય અને જાનવરમાં પ્રાયઃ આટલે તફાવત છે. જાનવરે ક્ષમા કરતા નથી જ્યારે માણસો ક્ષમા ધારણ કરી શકે છે. આમ જે માણસ ક્ષમા, સમતા તેમજ સહનશીલતા ન રાખે છે તે પશુ પંખીની કોટીમાં જ આવી જાય. માટે હે ભવ્ય છે ! માનવ ભવના દુઃખને દૂર કરવા તમે ક્ષમા, સમતા અને સહનશીલતાના ગુણનું સેવન કરજે.
For Private And Personal Use Only