________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
નિમિત્તને ચાહો સારા નિમિત્ત અને સંગ સિવાય ખરાબ વિચારે આચારે, ઉચ્ચારે જલદી ખસતા નથી જ, અનિષ્ટ અને દુષ્ટ વિચારોના કુસંસ્કારથી જામેલી વાસનામાં જીવન વ્યતીત કરી રીબાવું પડે છે. માટે ચેતન વિનાના મૂર્તિ પુસ્તક છે છતાં વિચાર અને વિવેકીને કલ્યાણકારી બને છે આમ સમજી તે નિમિત્ત પર પ્રેમ રાખવું જોઈએ.
આલંબન આ પંચમકાળમાં તે પ્રભુની મૂતિ અને જિનાગમ આપણને સંસાર ખાડામાંથી ઉધ્ધાર કરનાર છે. આ આલંબન સારામાં સારું છે. માટે તેમની ઉપેક્ષા અગર આશાતના કરવી તે દુર્ગતિનું કારણ છે.
આ ભવમાં જ સમ્યગ દર્શન જ્ઞાનવાળા સમજે છે કે પ્રભુમય જીવન બનવાના સાધને મનુષ્ય ભવમાં જ પ્રાપ્ત થાય છે, બીજા ભવમાં નહિ જ. આમ સમજી થએલ અપરાધ દોષોને ત્યાગ કરવા સારા નિમિત્તા અને સંગેની ચાહના રાખી પ્રભુમય જીવન જીવવા સર્વસ્વ અર્પણ કરે છે, ત્યાગ કરે છે, ત્યારે કર્મમળ દૂર થતાં જ પ્રભુમય બનાય છે.
For Private And Personal Use Only