________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ સુગમતા મેળવી તે પ્રમાણે પરલોકની મુસાફરી માટે વિચારવિવેક પૂર્વક પ્રયાસ કરવાની જરૂર છે એટલે આ ભવમાં અને પરભવે જીવન વ્યવહારમાં વિદન-વિડંબના આવે નહી, કદાચ આવે તે તેઓનું જોર ચાલે નહી. કેટલાક શેઠ-શાહુકારે-તથા પંડિતે પણ આ ભવના ટેકા માટે કેળવણ-કચન-કામિનીકુટુંબ-કંપની વિગેરેને સહકાર–મદદ લઈને મનમાં મલકાય છે. અને આ ટેકે જે હાય નહી તે કપટ કલાને કેળવીને પણ પ્રાપ્ત કરતા માલુમ પડે છે અને પરભવના ટેકાને ભૂલે છે તેથી કેળવણી વિગેરે સફલતા ધારણ કરતી નથી. કેટલાક પંડિત-શેઠીઆઓ બે ભવના ટેકાને સાધે છે. તેથી ચાલુ ભવના સંસ્કાર મેગે બીજા ભવમાં પણ સુખેથી જીવન પસાર કરવા પૂર્વક આત્મોન્નતિ સાધીને રાગ-દ્વેષ અને મેહના બંધને હટાવી પરમપદને પ્રાપ્ત કરે છે.
૩૯ લેભી-આસક્ત મનુષ્ય, જે સ્થલે ઈષ્ટ વસ્તુઓ તદન હોતી નથી અને સંકટ ભરપુર રહેલ છે ત્યાં ઈષ્ટ વસ્તુઓને દેખી રહેલા હોય છે અને સુખની માન્યતા ધારણ કરી રહેલ હોય છે પણ સંકટ ભારભાર તેમાં રહેલું હોય છે તેને દેખી શકતા નથી તેથી અનિચ્છાએ તેમાં ફસાઈ પડે છે લાભ અને આસક્તિની કારમી કતલ એવી છે કે, શાણુ મનુષ્યને પાગલ બનાવી સર્વસ્વ લકી લઈ, ઉન્માર્ગે ચઢાવી દુર્ગતિમાં ધકેલી દે છે એક વણિક ધીરધારને બંધ કરતા બહાર ગામમાં પણ પૈસાઓને ધીરી વ્યાજ જે આવે. તે આધારે સ્વાઇ વિકાને ચલાવવા પૂર્વક રવજન વર્ગનું પરિપાલન કરતે,
For Private And Personal Use Only