________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
આ. કીર્તિ સાગરસૂરિ રચિત પણ સમીપ રહેનાર કે શાશ્વત વસ્તુ હોવી જોઈએ મારે તેને જ ખપ છે તે આપો, કે જેથી સર્વથા-સર્વદાઅને સર્વત્ર આનંદના ધોધમાં ઝીલી શકાય. આ પ્રમાણે તે જીજ્ઞાસુને સાંભળી મહા મુનિરાજ બહુ ખુશી થયા અને કહ્યું કે. ચિન્તામણિ -કલ્પવૃક્ષ કરતા પણ સામાયિક અત્યંત મહિમાવંત વસ્તુ છે. પણ ચર્મચક્ષુઓ વડે દેખી શકાય એમ નથી. એ તે ક્યારે દેખાય સારા જગતમાં પરિભ્રમણ કરતી માનસિક વૃત્તિઓને પ્રથમ અંતરમાં ઉતારી આત્માના ગુણામાં સ્થિર કરે ત્યારે જ સામાયિક સાક્ષાત્ દષ્ટિગોચર થાય એમ છે અને તે આત્મિક ગુણમાં સ્થિર થતાં આનંદ આવતું હોવાથી બીજે સ્થલે પરિભ્રમણ કરવાનું બંધ થાય છે. અને તેથી મનના જે દશ દે છે તે ખસે છે. મનના દશ દે ખસે તે વચનના દશ દે તથા કાયાના બાર દો ટળતા જાય છે શાશ્વતઅપૂર્વ અવ્યાબાધ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તે રાગ-દ્વેષ અને મેહ મમતા અહંક્રાદિકને મૂલમાં ખસેડવા માટે “સામાયિક કરવાની ખાસ આવશ્યક્તા છે. માનસિકવૃત્તિઓ તરફ લક્ષ દેતાં આત્મ શક્તિ આગળ તેઓને વેગ બંધ પડતે જાય છે અને આત્મિક શક્તિને વિકાસ થતું રહે છે. આ પ્રમાણે શ્રવણ કરીને આ ભાગ્યશાલી બત્રીશ દેને ટાળવા માનસિક વૃત્તિઓને અંતરમાં વાળી તે વૃત્તિઓ ઉપર લક્ષ દેવા લાગ્યું. અનુક્રમે તે વતિઓને પરિભ્રમણ કરવાનું બંધ થયું. અને આત્મિક શક્તિઓને સાક્ષાત્કાર થવાને આરંભ થયે માટે સામાયિક કરીને માનસિક વત્તિઓ ઉપર લક્ષ રાખે કે તે કયાં દોડે છે.
For Private And Personal Use Only