________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ તેમજ આગ્રહથી ખાવા-પીવાને અમુક નિયમ લે છે. પણ ચિત્તમાં કપટ રાખે છે તેથી તેમની ચિન્તાઓ અને વ્યાધિઓ ખસતી નથી.
એક જૈન શ્રાવકનું દૃષ્ટાન્ત કેઈ એક આચાર્ય મહારાજે ઉપાશ્રયમાં આવેલ શ્રાવકના શરીરની નબળી હાલત દેખી. તેથી પુછયું કે આવી શરીરની સ્થિતિ હોવાથી ધાર્મિક ક્રિયાઓમાં સ્થિરતા તને થાય છે? તેણે કહ્યું કે ખાવાપીવામાં વ્યવહારના કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં રહેતી નથી પણ દરેક બાબતમં ચિન્તા ભય પણ વિગેરે રહ્યા કરે છે માટે કઈ એક મંત્ર યંત્રાદિક આપે કે જેથી ચિન્તાદિ રહે નહીં. આચાર્ય મહારાજે કહ્યું કે, બ્રહ્મચર્ય વિના મંત્રાદિક સફલ થાય નહીં. માટે પ્રથમ બ્રહ્મચર્યની બાધા લે ? તે પણ બાધા પાંચ-છ માસ સુધીની આ સિવાય તારા શરીરની હાલત સુધરશે નહીં. અને ચિન્તા શેકાદિક દૂર ખસશે નહી. આમ સાંભળતાં જ ભાઈ તે ચૂપ થયા. પુનઃ આચાર્ય મહારાજે કહ્યું કે મૌન કેમ ધારણ કર્યું. શારીરિક સ્થિતિ સુધારવા માટે પાંચ-છમાસને બહાચર્ય પાળવાનો નિયમ કે તેથી શરીરમાં શક્તિ આવશે અને ચિન્તાદિકને આવવાનો અવકાશ મલશે નહી. આ પ્રમાણે પુનઃ પુનઃ કહેવાથી. “ના” કહેતાં શરમ આવવાથી કચવાતે મને કહ્યું કે ભલે મહારાજા આપને આટલે આગ્રહ હોવાથી પાંચ-છ માસ તે નહી ઘણુ પચીશ દિવસની બાધા આપે. આચાર્ય મહારાજે તેની કપટલાને બરાબર સમજ્યા સિવાય પોશ દિવસ
For Private And Personal Use Only