________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' ૪૭૬
આ. કૌતિસાગરસૂરિ રચિત સંગને ત્યાગ કરી મહારાજ બન્યા. સ્વપરનું શ્રેય સાધ્યું. ૧૯ શ્રી સર્વજ્ઞ-અનંતજ્ઞાનીએ કથિત સૂત્રને અગર એક પણું સૂત્રને વિચાર અને વિવેક પૂર્વક પુનઃપુનઃ મનન નિદિધ્યાસન કરવામાં આવે તે માને મદ-મદનને ત્યાગ કરી આત્મ તત્વમાં વિરામ પામી અનંત ભવના
પરિભ્રમણને ટાળવા માટે સમર્થ બને.
તે વિના કર્મોની નિજા થવી અશક્ય છે. અને સાચા સુખને મેળવવાને સાચે ઉપાય પણ નથી. સુખના અથજને વિવિધ પ્રયાસ કરે છે, લાગેલા અગ્નિને બુઝાવવામાં આવી પડેલી વ્યાધિને કાઢવામાં શત્રુઓને નિગ્રહ કરવામાં ઉઘરાણી હોય તે વસુલ કરવામાં અને ધન ધાન્યાદિ પરિગ્રહનો સંગ્રહમાં તથા માથે દેવું હોય તે તેને દૂર કરવામાં વિલંબ કરતા નથી. છતાં સાચા સુખની પ્રાપ્તિ થતી નથી. કારણ કે, કર્મોનું દેવું ત્રણ બાકી છે. તેને દૂર કરેલું નથી. તેથી વારે વારે સત્ય સુખમાં વિદને આવીને હાજર થાય. છે. કોઈ પણ પ્રકારે સ્થિરતા થતી નથી. માટે આજીવિકાના સુખ ખાતર પ્રયાસ કર્યા પણ કર્મોને દુર કરવા માટે કયારે પ્રયાસ કરશે ? તમારી ચતુરાઈ બહાદુરી, અગર વિદ્વતા કયારે મનાય અને કયારે સાર્થકતા ગણાય કે જ્યારે કમેને દૂર કરવા જ્ઞાન પૂર્વક પ્રયત્નશીલ બને ત્યારે. નહીતર તે ચતુરાઈ વિગેરે સંસાર સાગરમાં પુન:પુનઃ પરિભ્રમણ કરાવીને થકવી નાંખશે અને સત્ય શાંતિ લાખે યોજન દૂર રહેશે તમે ભાગ્યેાદયે ધનાઢય બન્યા. સન્માન-સત્કાદિ, જનસમુદાય
For Private And Personal Use Only