________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૪૩૯ આમ કહીને વિદ્યાની સાથે આરાધવાની આનંદથી સઘળી વિધિ દર્શાવી. સંન્યાસીએ એકાગ્રતાથી તે વિદ્યાને સાધી. હવે તે સંન્યાસી વસ્તીમાં આવે છે ત્યારે દંડ, કમંડલકામળ માલા વિગેરે વિદ્યાના પ્રભાવે તેમની સાથે આકાશમાં આવી રહેલા હોવાથી માનવીઓને આશ્ચર્ય થયું. અહ! આ સંન્યાસી ચમત્કારી દેખાય છે. આપણે જે આદર સત્કાર પૂર્વક ઘરમાં જમાડીએ તે કલ્યાણ થાય, જન સમુદાય ચમત્કારને દેખી આદર પૂર્વક ઘરમાં ભાવતા ભેજન જમાડે છે. અને અમે તરી. ગયા માને છે. હવે દરેક માણસે જંગલમાં આમંત્રણ આપી જમાડીને ખુશી થયેલા છે. સંન્યાસી બાવાની મહત્તા સાથે પ્રભાવ વા. ખમાખમા થવા લાગી. પણ સંન્યાસી તે પ્રભાવને પચાવી શકયા નહી. માન-સત્કાર પ્રભાવ વિગેરે મળ તે ઠીક છે પણ પચાવ દુષ્કર છે. એક દીવસ વસ્તીમાં આવી રહેલા છે દંડ-કમંડલ વિગેરે આકાશમાં આવી રહેલ છે તે વખતે એક ભગતે પુછયું કે, તમે કયાંથી આવી પ્રભાવશાળી વિદ્યા શીખ્યા કે દંડ વિગેરે તમારી સાથે આકાશમાં આવે છે કહે તો ખરા, હજામે પુછનાર ભગતને સંન્યાસીને વિદ્યા આપવાની વાત કહેલી હોવાથી તેણે પુછયું. અરે ભાઈભગત, મને વળી વિદ્યા કેશ અર્પણ કરે. મેં પતે ધ્યાન કરવાથી મેળવી છે બીજે કોણ આવી પ્રભાવશાલી વિદ્યા શીખવાડે? હજામનું નામ દેતાં હલકાઈ થાય. અને માનપાનમાં હાનિ થાય. આમ વિચારીને કેઈએ મને વિદ્યા આપી નથી. આમ બોલતાં દંડ-કમંડલ વિગેરે આકાશમાંથી જમીન ઉપર પડયા. લકે એકઠા થાય, પુછવા લાગ્યા કે આમ કેમ
For Private And Personal Use Only