________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
આ. કીર્તિ સાગરસૂરિ રચિત આધારે વધ્યા છે તેઓને ઉપકાર માનવાના બદલે અપકાર-નિન્દા કરવા તત્પર બને છે. તેથી તેઓની હલકાઈ જાહેર થાય છે. અને સશુણેના રાગી બની શકતા નથી. માટે સદ્ગુ મેળવવા હેય અને તેના ગે મહત્તા પ્રાપ્ત કરવી હોય તે થએલ અલ્પ ઉપકારને ભૂલે નહીં. થએલા થોડા ઉપકારને નહી ભૂલવાથી ઘણું ઉપકારનું વિસ્મરણ થશે નહી. અને સ્વયમેવ મહત્તા આવી મળશે. અન્યથા જેવા હશો તેથી પણ નીચતા ઉપસ્થિત થશે. “એક ગૃહસ્થ સંસારની અનિત્યતા જાણી ઘરબાર–પૂજા પરિવારાદિકને ત્યાગ કરવા પૂર્વક સંન્યાસ સ્વીકાર્યો. મઢ બાંધીને જંગલમાં રહીને કંદ મૂલાદિ વડે જીવન ચલાવે છે. કારને જાપ કરીને આત્માને સ્થિર કરવા પ્રયાસ કરી રહેલ છે. તે અરસામાં એક વિદ્યાવાળે હજામ વિદ્યાના આધારે આ સંન્યાસીની હજામત કરવા આવ્યો. ખાલી હાથે આવેલ હોવાથી તેને પુછવામાં આવ્યું. સાધન વિના તું કેવીરીતે હજામત કરીશ, હજામે કહ્યું કે, તેની ચિન્તા કરે નહી. જુઓ ! આકાશ માગે, અને નખહરણી વિગેરે આવી રહેલ છે. આવેલા દેખી સંન્યાસીને અચંબ થયે. આવી વિદ્યા મારી પાસે હોય તે જનસમુદાયમાં માન-સત્કાર પૂર્વક જમવાનું સારી રીતે મળે અને લેકે દેડું દેડ કરતા આમંત્રણ આપવા આવે માટે કેઈબી. પ્રકારે હજામની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવી. હજામત કરી રહ્યા પછી સંન્યાસીએ તેને કહ્યું કે, તું તારી પાસે રહેલી વિદ્યા મને શિખવાડ, હજામે ભલે આપ સુખેથી લઈને તેની બરાબર આરાધના કરો. તમેને આપતાં બાધ જેવું નથી,
For Private And Personal Use Only