________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત પ્રાપ્ત કરવા ખાતર પ્રમાણિકતાને ત્યાગ
કરી અન્યાયને માગે દેડયા જાય છે.
પરંતુ સુખશાંતિના બદલામાં ચિન્તા-શેક આવીને ઉપસ્થિત થાય છે અને વાંછિત વસ્તુ તેઓને મળતી નથી માટે જે પટુતા હોય તે પ્રમાણિતાને પાટુ મારે નહી. અને કુશળતાને કાપ નહી. ડહાપણના દરિયામાં બડે નહી. સગુણે સિવાય મેળવેલી પટુતા-કુશળતા ઉન્માર્ગે લઈ જશે. સદ્ગુણે હેય તેજ પ્રવીણતા શોભાસ્પદ બને છે ત્યાં વેશવય વિગેરે કામમાં આવતા નથી. સત્તાધારી તથા શ્રીમંતે જે આત્મિક ગુણે વિનય-વિવેક. વ્રત નિયામાં ન હોય તે વિવિધ ઉપદ્રો ઉભા કરે છે માતપિતાની કે સંબંધીઓની શરમ લાગતી નથી. ભલે પછી તેઓએ કોલેજમાં મનગમતી કેળવણી લીધી હેય. સહેજ બાબતમાં મગજ ગુમાવી તિરસ્કાર કરવા બેસી જાય છે માટે કેળવણું સાથે ધાર્મિકઆત્મિક ગુણની પણ કુશળતા મેળવવી કે જેથી મનવાંછિત વસ્તુ આવી મળે અને તેને સદુપયેગ થાય.
કેલેજમાં અધ્યાપક-વિદ્યાર્થીઓને વિજ્ઞાનને અભ્યાસ કરાવતા અને સાથે સાથે આત્મિક ધાર્મિક ગુણોનું પણ વિજ્ઞાન રીતસર આપતા. એક દીવસ તેઓની પરીક્ષા કરવા વિચાર થયે કે આ વિદ્યાથીએ ફક્ત જડવાદમાં પ્રવીણ છે કે આત્મવાદમાં તેની તપાસ કરવી. અધ્યાપકને સંતાનમાં એકજ પુત્રી હતી તે પણ આત્મિક ગુણનું સમ્યગ જ્ઞાન ગ્રહણ કરીને પ્રવીણ છે. યુવાવસ્થાના આંગણે પગ મૂકતાં અધ્યાપકને ચિતા થઈ. તેની સાથે તેણીને પરણાવવી. લાયક
For Private And Personal Use Only