________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
આ. કીતિસાગરસૂરિ રચિત કાર્યો રીતસર કરી શકતા. સગાં વહાલાંમાં તેમજ ગામમાં તે બે ભાઈઓના વખાણ થતાં. પરંતુ એક રૂપાળી કન્યા ઉપર બે ભાઈઓને રાગ-પ્રેમ લા. હેાટે ભાઈ કહે છે. મારે તેની સાથે લગ્ન કરવું. નાને કહેવા લાગ્યું કે મારે તેની સાથે પરણવું છે. આમ બેલાબેલી કરતાં જે પહેલાં ગેમ હતું તે નષ્ટ થયે તેના બદલે અદેખાઈ હાજર થઈ. મહાભાઈ મોટાઈને તિલાંજલી આપી નાનાભાઈને મારી નાંખવાની યોજના કરવા લાગ્યા. નાનાભાઈને તે રોજનાની ખબર પડી તેથી તે પણ પ્રથમ પ્રેમ-સ્નેહ ભૂલીને હેટા ભાઈને મારવાની પેરવી કરવા લાગ્યો. હવે તે એક બીજાને દેખે છે ને આંખમાંથી અંગારા ઝરે છે. પણ મારવાનું ફાવતું નથી. ઘરના માણસો કાર્યવશાત બહાર ગયા ત્યારે અદેખાઈએ નવીનરૂપ ધારણ કર્યું, ક્રોધના આવેશમાં આવી. બે ભાઈઓ, લાઠીઓને લઈ મારો ચલાવવા લાગ્યાં. મહેતાભાઈને મર્મ સ્થલે ચોટ લાગવાથી મૂચ્છ ખાઈ નીચે ઢળી પડશે. અને તેની લાકડીની ચાટ નાનાને લાગી તે પણ હાય હાય” કરતે મરણ પામ્યું. ઘરમાં આવેલ માતપિતા બે પુત્રોને મરણ પામેલા દેખી રડવા લાગ્યાં. અને અફસ, કરવા લાગ્યાં. કે બાઈઓને અનન્ય સ્નેહ હતો છતાં સામાસામી મારે ચલાવીને કેમ મરી ગયા? તપાસ કરતાં માલુમ પડી બેમાંથી એકને વિચાર-વિવેક આવ્યું હતું તે મરણ પામત નહી. પણ તે મૂખાઓએ વિચાર પણ કર્યો નહી કે કન્યા એકને પરણશે બે જણાને તે નહીં પરણેને? પણ અદેખાઈના ગે કોધાતુર બનવાથી કયાંથી સુઝે? આ
For Private And Personal Use Only