________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
આ. કીતિસાગરસૂરિ રચિત કાતા નથી. દરરોજ તપાસ કરતા હોવાથી રૂપિયા ઉઠાવવાને લાગ મળતો નથી. તેથી મનમાં મુઝાય છે એટલામાં અગત્યના કામ માટે શેઠને બહાર ગામ જવાનું થયું ત્યારે શેઠે ગુમાસ્તાઓ અને મુનીમને કહ્યું કે બે દિવસે મારે જરૂરના કામે બહાર ગામ જવું પડે એમ છે માટે બરાબર પેઢીનું કામ ચલાવજે આ સાંભળી પેલાએ ખુશી થયા. અને કહેવા લાગ્યા. તેની ફીકર-ચિન્તા કરતા નહીં. અમે બરાબર તપાસ રાખીશું. શેઠ ઘેર ગયા. જમી કરીને તૈયાર થાય છે તેવામાં જે ગામમાં જરૂરનું કામ હતું તે ગામથી સારા માણસ સાથે સંદેશે આવ્યું કે તમારે અત્રે આવવાની જરૂર નથી. ધકકો નકામે ખાતા નહિ. સઘળું કામ પતી ગયું છે. આ સાંભળી શેક ખુશી થયા. અને દુકાન તરફ ચાલવા માંડયું. હવે પેઢીમાં પેલાએ શેઠ બહાર ગયા છે આમ ધારી છાની રીતે તિજોરી ઉઘાડી રૂપિયા ઉઠાવવા લાગ્યા. અને ગજવામાં મૂકે છે તેટલામાં શેઠ આવીને હાજર થયા. અને કહ્યું કે અલ્યા આ શું કરો છે ? તિજોરી ઉઘાડી રૂપિયા ઉઠાવો છે ને ? અરે બદમાશે ? પહેલાં પણ તમે રૂપિયા ચાર્યા છે એમ સ્રાબીત થાય છે તમેજ ચેર છે. અને બીજાના ઉપર આરોપ મૂકે છે. આ સાંભળી મુનીમ ગુમાસ્તા શેઠને દમદાટી આપવા લાગ્યા કે માલ લીધેવાના રૂપિયા આપવા માટે તિજોરી ઉઘાડીને રૂપિયા બહાર કાઢીએ છીએ તેવામાં તમે આવ્યા. એટલે અમે ચાર બની ગયા. તમે કેવા છે? જેમ તેમ ફેકે રાખે છે? શેઠે ખીસ્સામાં મૂકેલા રૂપિયા બહાર કાઢયા અને કહ્યું કે તમને આજથી
For Private And Personal Use Only