________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ અફસેસ કરવા લાગે એક બાજુ પાંડ અને દ્રૌપદી પિતાના પુત્રોના ધડ દેખી રૂદન કરવા લાગ્યાં. દ્રૌપદીએ કહ્યું કે આ કારમું કામ અશ્વસ્થામાએ કરેલ છે માટે તેને મારી પાસે પકડી લાવે અને તેનું મસ્તક કાપી નાંખે ત્યારે જ મને શાંતિ થશે આ સાંભળી ભીમસેન તેને પકડી લાવી દ્રૌપદીની આગળ હાજર કર્યો. તે વખતે તેની કંગાલ અવસ્થા દેખી દ્રૌપદીને દયા આવી. અને વિચાર-વિવેક કરે છે કે મારા પુત્રો મરણ પામવાથી મને અત્યંત દુઃખ થાય છે અને શોક સંતાપમાં બળવું પડે છે તેમ તેને મારી નખાવવામાં તેની માતાને અધિક દુખ થશે શોક પરિતાપ થશે અને મારા પુત્રો મરણ પામેલા તેને મારી નાખવાથી પાછા આવવાના નથી. માટે ક્ષમા રાખવી તે કલ્યાણુકર છે આમ સમજી ક્ષમાને ધારણ કરી તેને મુક્ત કરાવ્યા અને અપકારી ઉપર ઉપકાર કરવાને દાખલે બરાબર બેસાડશે તેથી દ્રૌપદી સતી તરીકે જાહેર થયાં. અને પરમપદને પામ્યાં. માટે આત્મિક માનસિક-શારીરિક બેલની સફલતા કરવા માટે ક્ષમા ધારણ કરવી. તેથી આગળ અનંત ગુણેના સ્વામી બનાય છે મૃતા– સરલતા-સંતાપ વિગેરે ગુણે વિગેરેને રહેવાનું સ્થાન મળે છે છ ખંડને સાધી જે ચક્રવતીઓએ વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેના કરતાં ક્ષમાને ધારણ કરીને જે વિજય મેળવ્યા હોય છે તેની કિંમત અનંત ઘણું વધારે છે તેમાં સવારનું કલ્યાણ છે પરંતુ ક્ષમાને ધારણ કર્યા સિવાય સામાને પરાજય કરવા કે વેરની વસુલાત કરવા. મારામારી–લડાઈ કરશે તેમાં સામાનું કલ્યાણ નથી. અને તમારું પણ હિત નથી.
For Private And Personal Use Only