________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૮૬
આ કીર્તિસાગટ્સરિ રચિત હવે ધંધા વિના ખરચને પહોંચી વળાતું નથી. સહકારની વાત કહેવા જાય છે. તેવામાં શેઠ વચ્ચે બોલી ઊઠ્યા કે તને પીડા છે તેવી અમને પણ પીડા છે જેને પાંચ લાખને માલ વખારોમાં માલ ભર્યો છે. પણ ભાવ નરમ પડી ગયા છે નેકરાના પગાર ચઢે છે. મોટર એક છે બીજી રાખી શકાતી નથી. નવાણું લાખ રૂપિયા છે પણ કરોડપતિ થવાતું નથી ઘણું ઉધામા કરવામાં આવે છે. પણ એક લાખ મળી શકતા નથી કહે ? આ ઓછી પીડા છે. આવેલ વ્યક્તિએ કહ્યું કે મારે લાખ બે લાખ જોઈતા નથી પાંચ હજાર અંગ ઉદ્ધાર આપે તે રીતસર બંધ થાય આજીવિકાની પીડ ટળે એક બે વર્ષમાં તમેને વ્યાજ સહિત પાછા આપીશ. શેઠે તેને નહી આપવાની દાનતથી કહ્યું કે, હમણાં તે નહી. પણું ભરેલા માલને ભાવ વધશે અને બે લાખને ન મળશે ત્યારે તું આવજે-પાંચ હજાર તે શું દશ હજાર આપીશ, કરોડપતિ થયા પછી તેને સહકાર આપી શકું સિવાય અત્યારે બની શકે એમ નથી. આવેલ વ્યક્તિ નિરાશ બની પિતાને ઘેર આવ્યો પણ શેઠને દયા-અનુકંપા આવી નહી. કરોડપતિ થવાની ધૂનમાં ગરીબની પીડા કયાંથી જણાય. જે પાંચ હજાર અંગ ઉદ્ધાર આપ્યા હોત તે કાંઈ ઓછું થાત નહી. પણ શ્રીમંત-ગરીબની પીડાને કયાંથી જાણે? આવા શ્રીમંત પિતાની પાસે જે મિલકત છે. તેને સદુપયોગ કરી શકતા નથી અને એશ આરામમાં માજ શેખમાં ધનને વેડફી નાંખી પાપને વધારતા રહે છે. માટે તેઓની પાસે જવામાં કાંઈ લાભ થતો નથી. ઉલટા નિરાશ બની પાછું આવવું પડે છે.
For Private And Personal Use Only