________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
તિર તિ સાથે સાદી કરવાની હઠ લીધી છે ભલે મરણ પામે. સમજાવી સમજતી નથી. તમને દેાષ દઈશ નહી. બાદશાહે “હા પાડી સાદી ધામધુમથી કરી વજીરની પુત્રી હવે તે બેગમ બની. સુંદર મહેલમાં બેઠી છે. બાદશાહ આવીને કહેવા લાગ્યા. તારૂ રૂપ દેખીને વહાલ આવે છે પણ તને કાલે મારી નાખવામાં આવશે. બેગમે કહ્યું કે મરણમાં હને કઈ પ્રકારની ભીતિ નથી. મરણ તે એકવાર આ જીવનમાં જરૂર આવવાનું. જે જગ્યું તે જરૂર મરણ પામવાનું જ. એ કુદરતને નિયમ છે. બાદશાહને અચંબે થયે આ બેગમ તે વળી મરણ માટે ભય પામતી નથી, અને તેના રૂપનું અનન્ય આકર્ષણ છે. બેલવામાં ચાલાક દેખાય છે. બેગમે કહ્યું કે એક બેવફા બની તેથી બધી એગમે એવું દુષ્ટાચરણ કરે નહી. એકને બદલે બધી બેગમેને મારી નખાવી તેમાં શોભા શી ? માટે કાંઈક વિચાર અને વિવેક લાવે. બાદશાહ થયા પછી કેઈ પુછનાર નથી. એમ માનશે નહી. ખુદાને બરાબર ખબર લેશે. બાદશાહે કહ્યું કે તારી ચાલાકી દેખી. બચવા માટે આવી ડાહી ડાહી વાત કરે છે પણ તને આવતી કાલેજ મારી નાંખવામાં આવશે. કેઈને વિશ્વાસ હવે હું રાખતા નથી. આમ વાત કરતાં વહાણું વાયું. બાદશાહ તેણીને મારી નંખાવવા તૈયાર થયે. ત્યારે બેગમે કહ્યું કે તૌયાર છું પણ એક વાત કહું તે સાંભળો, કહે શી વાત છે? સર્વ રાજાઓના રાજ્યમાં એ નિયમ છે અને આપના રાજ્યમાં પણ નિયમ છે કે, મરતા પહેલાં મારનાર ઈષ્ટની માગણી પુનઃ પુનઃ કરવી તે મારી
For Private And Personal Use Only