________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત કરે છે પણ પિતે ઉદાસી રહે છે મન માન્યું ખવાતું નથી
ગવાતું નથી, રસાયણાદિકના ઉપચાર કર્યા તે સાળા વિપરીત બન્યા. લેહી ઓછું થવાથી ગરમી શરીરે કુટી નકળી. મનમાં અને શરીરે દાહ થવા લાગ્યું. જો કે એ કીમીયાગર આવે અને એવી દવા બતાવે કે યુવાની પાછી આવી મળે અને વ્યાધિ ચાલી જાય આ મુજબ વિચાર કરે છે તેવામાં વેશધારી ચાર બાવાઓએ તેની હોટલની પાસે આવી ભજનની માગણી કરી કે ત્રણ દિવસના અમે ભૂખ્યા છીએ માટે અમને ખવરાવે ઈશ્વર તારું ભલું કરશે આ પ્રમાણે કહેવાથી તેઓને પેટ ભરી જમાડ્યા. જમતાં–ખાતાં તેઓ વેશધારીની દષ્ટિ ત્રણ હજાર રૂપિયા ભરેલી પેટી ઉપર પડી અને વિચાર કર્યો કે, કેઈપણ ઉપાયે પેટીને ઉપાડી જવી. બનવા જોગ એવું બન્યું કે તે વૃદ્ધને દશયાર રૂપીયાની જરૂર પડી. તેથી ઉઘાડીને લીધા, પછી તે લુચ્ચાએ સારી રીતે પેટ ભરીને વૃદ્ધને કહેવા લાગ્યા. અરે બુટ્ટાછે? તમારે જુવાની પાછી લાવવી હોય તે અમારી પાસે રામ આણ-અકસીર દવા છે. જે ખાવાથી બુઢાપણું રહેતું નથી. તથા રાગ-વ્યાધિ અપ થતો નથી. તમારી ઈચ્છા હોય, અને વિષય વિલાસની અભિલાષા હોય તે અમે તમને ફક્ત પાણી સાથે દવા આપીયે વૃદ્ધને ઈચ્છા તે હતી જ. કહેવત છે કે રાતી બૈરીને પિયરીયા મળ્યાં. ખુશી થયા અને કહ્યું કે એવી દવા હોય તે હાલમાં પીવશે. દવાઓ તે ઘણી કરી. પૈસા ખર્ચા પણ સઘળા ફેગટ ગયા. પેલા ધુતારાઓએ કહ્યું કે ચિન્તા કરે નહી. અમારી પાસે એવી જડીબુટ્ટીની દવા
For Private And Personal Use Only