________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કીતિસાગરસૂરિ રચિત
સારે છે, માટે સમજણા થયા પછી સહન કરતાં શીખે અને હિંમતને ધારણ કરે કેટલાક સમજણ સિવાય અને હિંમત વિનાના એવા હોય છે કે, વિપત્તિ વખતે હાય હાય કરવા મંડી પડે છે. અને પિકા પાડતા એમ માની બેસે છે કે, આવી પડેલી આફત હવે કદાપિ ખસવાની નથી. હવે મારૂ શું થશે? આમ ધારણું રાખી તદ્દન નિરાશ બની માણસાઈ ગુમાવી બેસે છે. પરંતુ સમજતા નથી કે સંપત્તિ ખસી ગઈ છે. તે મુજબ વિપત્તિ પણ કાયમ રહેવાની નથી. આમ સમજી હિંમત ધારણ કરે તો આત્મિક બલ સ્કુરાયમાન થાય અને આફતને ખસતાં વિલંબ થાય નહીં. એવા સમયમાં વ્રતનિયમ-જપતપાદિક અધિક પ્રમાણમાં કરવામાં આવે તે અશુદય નાશ થાય. ચંદન નૃપે તથા મલયાગીરી રાણીએ તથા સાયર નીયર પુત્રાએ રાજ્ય ગયું છતાં ધીરજ ધારણ કરી કષ્ટ સહન કર્યા, અશુદય ટળતાં તપ-જપ પ્રાચર્ય વિગેરેના વેગે શુભેદય થતાં પુનઃ રાજ્ય ઋદ્ધિને પ્રાપ્ત કરી. માટે વિપત્તિવેલાયે હૈયે ધારણ કરી ધર્મક્રિયામાં
આરૂઢ બને. ૧૪૬ “આત્મામાં અનંત ગુણે અને અનંત શકિત રહેલી
છે. તે રાગ-દ્વેષ અને મેહે દબાવેલી હોવાથી પ્રાપ્ત થવી દુશક્ય છે એ તે જ્યારે જ્ઞાન પુર્વક આવેલાં સંકટ તથા આવી પડેલી વિડંબનાઓમાં સહન કરી હિંમતને રાખો ત્યારે તે અપ્રાપ્ય ગુણે અને
શકિતને આવિર્ભાવ થતો રહેશે.
For Private And Personal Use Only